આજે વિશ્વ વેટલેન્ડ ડે
આજ કલ ઓર આજ
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
તા. 2 ફેબ્રુઆરી Dt. 2 FEBRUARY
આજે વિશ્વ વેટલેન્ડ ડે
2 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત સહિત દુનિયાભરમાં ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ ઉજવવામાં આવશે. વેટલેન્ડને સંરક્ષિત બનાવી રાખવાનાં ઉદ્દેશ્યથી 2 ફેબ્રુઆરી, 1971ના રોજ ઇરાનના રામસર શહેરમાં એક કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારથી તેની યાદમાં દર વર્ષે આ દિવસને ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મહત્વનાં વેટલેન્ડનાં સંરક્ષણ અને વિકાસ માટે તેને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવે છે.સામાન્ય માણસને પ્રશ્ન થાય કે આ વેટલેન્ડ એટલે શું ? સામાન્ય ભાષામાં કહીએ તો વર્ષનાં અમુક ચોક્કસ સમયગાળા દરમ્યાન કે બારેમાસ પાણીથી ભરેલો રહેતો એવો વિસ્તાર કે જેનું પોતાનું આગવું પરિસરતંત્ર(ઈકોલોજી) વિકાસ પામ્યું હોય તેને વેટલેન્ડ (જલપ્લાવિત વિસ્તાર) કહે છે.
* ભારતના 'વિન્ડ મેન' તરીકે જાણીતા અને સુઝલોન એનર્જી કંપનીના સ્થાપક ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તુલસી તંતીનો રાજકોટ ખાતે જન્મ (1958)
તુલસી તંતી બેલ્જિયમ સ્થિત વિન્ડ ટર્બાઇન ઉત્પાદક ZF વિન્ડ પાવર એન્ટવર્પેનના ચેરમેન હોવા ઉપરાંત મે 2006 થી ભારતીય પવન ટર્બાઇન મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ હતા
તંતીને 2006માં વિશ્વના બે સૌથી ધનાઢ્ય ઊર્જા સાહસિકોમાંના એક તરીકે ઓળખવામાં આવ્યા હતા, તેઓ ભારતના ગ્લોબલ વેલ્થ ક્લબની યાદીમાં 8મા સ્થાને હતા, ફોર્બ્સની 2008ના બિલિયોનેર બ્લોઅપ્સની યાદીમાં પણ સ્થાન મેળવ્યું હતું અને સુઝલોન માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા વિશ્વની સૌથી મોટી વિન્ડ પાવર કંપની હતી
* પદ્મ વિભૂષણથી સન્માનિત પત્રકાર, લેખક, સંપાદક ખુશવંત સિંહનો જન્મ (1915)
તેમની ટ્રેન ટુ પાકિસ્તાન નોવેલ ખૂબ જાણીતી બની
ઓપરેશન બ્લ્યૂ સ્ટારના વિરોધમાં તેમણે પદ્મ ભૂષણ સન્માન પરત કરેલ
* ઈન્ટરનેશનલ રોકસ્ટાર ગાયિકા શકિરાનો કોલમ્બિયામાં જન્મ (1977)
તેમને લેટિન મ્યુઝિકના ક્વીન માનવામાં આવે છે
તેમના મ્યુઝિક આલ્બમના વેચાણની સંખ્યા 8 કરોડથી વધુ થઈ ગઈ છે
કોઈ કલાકારના આલ્બમ સહજ વેચાણ થવાનો રેકોર્ડ અત્યાર સુધીના સમય માટે આ કલાકાર સાથે નોંધાયો છે
* ભારતના પ્રથમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી (1947-57) અમ્રિત કૌરનો લખનૌ ખાતે જન્મ (1887)
* ભોપાલથી સાંસદ સાધ્વી પ્રગ્યાસિંગ ઠાકુરનો મધ્ય પ્રદેશમાં જન્મ (1970)
* 'પદ્મશ્રી'થી સન્માનિત કૃષિ આગેવાન સુભાષ પાલેકરનો વિદર્ભમાં જન્મ (1949)
* ભારતના ફીલ્ડ હોકી ખેલાડી હરિપાલ કૌશિકનો જન્મ (1934)
* ભારતના બાસ્કેટબોલ ખેલાડી અપૂર્વ મુરલીનાથનો જન્મ (1989)
* બ્રિટિશ ગણિતશાસ્ત્રી, ફિલસૂફ, તર્કશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા બર્ટ્રાન્ડ રસેલનું અવસાન (1970)
* ભોજપુરી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા, ગાયક નિરુઆ (દિનેશલાલ યાદવ)નો ઉત્તર પ્રદેશના ગાજીપુર ખાતે જન્મ (1979)
* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક તાહિર હુસેનનું અવસાન (2010)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા વિજય અરોરાનું અવસાન (2007)
* હિન્દી ફિલ્મ નિર્દેશક અનુરાગ બાસુનો જન્મ (1970)
* ગુજરાતી લેખક રામ મોરીનો ભાવનગર જિલ્લાના શિહોર ખાતે જન્મ (1993)
* હિન્દી ફિલ્મોના સંગીતકાર પંડિત શિવરામનું અવસાન (1980)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી શમિતા શેટ્ટીનો મેેંગલુરુ ખાતે જન્મ (1979)
* મલયાલમ ફિલ્મોમાં અભિનેતા, લેખક, નાટ્યકાર પી. બાલાચંદરનો જન્મ (1952)
* હવે વિશ્વના સૌથી જૂના સંગ્રહાલયોમાં સમાવેશ થાય છે તે કલકત્તા મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી (1814)
* સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (PTI) ની સ્થાપના થઈ (1949)
* મદ્રાસમાં ભારત પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ જીત્યું (1952)
* અખિલ ભારતીય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડની રચના કરવામાં આવી (1953)
* મહાત્મા ગાંધી NREGA એક્ટ નો અમલ ભારતના 200 થી વધુ જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યો (2006)
* યુએસ પ્રમુખ જ્યોર્જ બુશ અને રશિયન પ્રમુખ બોરિસ યેલત્સિન દ્વારા શીત યુદ્ધના અંતની ઘોષણા કરી (1992)
* ભારતની સુપ્રીમ કોર્ટે 122 સંસ્થાઓને 2G સ્પેક્ટ્રમની ફાળવણીને ગેરકાયદેસર જાહેર કરી (2012)
>>>> સંકલન : વિજય એમ. ઠક્કર