population1-1531286471

આજે વિશ્વ વસ્તી દિવસ

આજ કલ ઓર આજ 

તા. 11 જુલાઈ : 11 JULY 
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

આજે વિશ્વ વસ્તી દિવસ 

વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે.

* જ્યોતિષના અંગ્રેજી કટારલેખક બેજાન જહાંજીર દારૂવાલાનો ભરૂચમાં જન્મ (1931)
દારૂવાલા ગણેશ ભક્ત હતા અને વિવિધ ભવિષ્યકથન પ્રણાલીનો અભ્યાસ કરતા હતા

* અંગ્રેજી અને ઇટાલિયનમાં ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને નિબંધો માટે જાણીતા ભારતીય મૂળના અમેરિકન લેખિકા નીલાંજના સુદેષ્ણા "ઝુમ્પા" લાહિરીનો લંડનમાં જન્મ (1967)

* ભારતીય ઉદ્યોગપતિ અને દુબઇ સ્થિત સ્ટેલિયન ગ્રુપના ચેરમેન સુનીલ વાસવાણીનો જયપુર ખાતે જન્મ (1963)

* ભારતની બંધારણ સભાનાં સભ્ય અને ભારતના પ્રથમ સંરક્ષણ પ્રધાન બલદેવસિંહનો પંજાબમાં જન્મ (1902) 
તેઓ કાશ્મીર સંઘર્ષ અને ભારતનાં રાજકીય એકીકરણનાં મુદ્દાઓને સંચાલિત કરવા માટે સરદાર પટેલનાં નજીકના સલાહકાર રહ્યાં 

* ઓલ-ઈન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક અને પ્રથમ સ્થાયી પ્રમુખ આગા ખાં 3જાનું અવસાન (1957)

* પાકિસ્તાનમાં જન્મેલ અને ભારતમાં પદ્મ ભૂષણ અને સાહિત્ય અકાદમી ફેલોશિપથી સન્માનિત હિન્દી લેખક, નાટ્યકાર અને અભિનેતા ભીષ્મ સહાનીનું અવસાન (2003)
તેઓ નવલકથા અને ટેલિવિઝન પટકથા 'તમસ' માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે, જે ભારતના ભાગલાનું શક્તિશાળી અને જુસ્સાદાર વર્ણન છે. તેમને 1998માં સાહિત્ય માટે એનાયત કરવામાં આવી હતી

* જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા ભારતીય લેખક અમિતવ ઘોષનો કોલકાતા ખાતે જન્મ (1956)

* અમેરિકાના 6ઠ્ઠા રાષ્ટ્ર પ્રમુખ (1825-29) જ્હોન કવીન્સી એડમ્સનો જન્મ (1767 )

* હિન્દી ફિલ્મ અભિનેત્રી ટુન ટુન (ઉમા દેવી ખત્રી)નો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1923)

* વડોદરામાં જન્મેલ કવિ, ગદ્યકાર અને સમાજસુધારક મલબારી બહેરામજી મહેરવાનજીનું અવસાન (1912)

* જી20માં ભારતના શેરપા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુનો મુંબઈમાં જન્મ (1953)

* હિન્દી ફિલ્મ અભિનેતા કુમાર ગૌરવનો લખનૌ ખાતે જન્મ (1956)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં લવ સ્ટોરી, નામ, તેરી કસમ, સ્ટાર, રોમાન્સ, કાંટે, લવર વગેરે છે 
તેમના પિતા અભિનેતા રાજેન્દ્ર કુમારના ખુબ સફળ અભિનેતા હતા 

* ભારતીય કવિ અને સ્વતંત્રતા માટે કાર્યકર્તા બાબા કાંશીરામનો હિમાચલ પ્રદેશમાં જન્મ (1882)

* હિમાલયન પર્વતારોહક, લેખક અને ભારતમાંથી હિમાલયન જર્નલના લાંબા સમયથી સંપાદક હરીશ કાપડિયાનો મુંબઈમાં જન્મ (1945)

* લાંબા-અંતરના દોડવીર શિવનાથ સિંહનો બિહાર રાજ્યમાં જન્મ (1946)

* ભારતીય સંગીતકાર, ગાયક, એરેન્જર, મલ્ટિ-ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ અને સંગીત નિર્માતા મણિ શર્મા (યનમન્દ્ર વેંકટ સુબ્રહ્મણ્ય શર્મા)નો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1964)
જેઓ હિન્દી અને કન્નડ ફિલ્મોની સાથે મુખ્યત્વે તેલુગુ અને તમિલમાં તેમના કાર્યો માટે જાણીતા છે

* મુંબઈની લોકલ ટ્રેનમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા (2006)
આ આતંકી હુમલામાં લોકલ ટ્રેનનાં ફર્સ્ટ ક્લાસનાં ડબ્બામાં જ પ્રેશર કૂકર બૉમ્બ મુકીને બ્લાસ્ટ કરાયા હતાં અને 209 જેટલા વ્યક્તિઓએ જાન ગુમાવ્યા તથા 700થી વધુ લોકો ઘાયલ થયાં હતાં


>>>> વરસાદમાં પલળવું એટલે ભારવિહીન થવું. આપણો મિથ્યા મનોભાર આપણે ટેવવશ વેંઢારતા હોઇએ છીએ. વરસતાં ટીપાંની હળવી સુરાવલી આપણી પીઠ ઉપર લદાયેલા આ વજનને હળવું બનાવે છે. માણસ જયારે ભીનો થાય છે ત્યારે જ એ રસભીનો થતો હોય છે. રેઇન જોઇને રેઇનકોટ શોધતા માણસ માટે ભીંજાઇ જવું એ જાણે વગોવાઇ જવું એવી ઘટના હોય છે. વરસાદની મુલાયમ પ્રસાદીને ફોરાં કહેવાય છે. જે આપણી અતૃપ્તિને ગેરંટેડ હૈયાધારણ આપે છે. પલળવું એ પુરસ્કાર જેવું હોય છે. 

સંકલન : વિજય એમ. ઠક્કર