IMG_20240629_073836

આજે રાષ્ટ્રીય આંકડા દિવસ

આજ કલ ઓર આજ 

તા. 29 જૂન : 29 June 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે રાષ્ટ્રીય આંકડા દિવસ 

સ્વતંત્ર યુગ પછીના આર્થિક આયોજન અને આંકડાકીય વિકાસના ક્ષેત્રોમાં પ્રો.પ્રશાંતચંદ્ર મહાલનોબિસ દ્વારા પ્રદાન કરવામાં આવેલા નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતાં, તેમની જન્મજયંતિની સાથે આંકડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે 

* અમેરિકામાં યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન સિસ્ટમના પાંચમા ચાન્સેલર અને હ્યુસ્ટન યુનિવર્સિટીના તેરમા પ્રમુખ રેણુ ખટોરનો ભારતમાં ફરુંખાબાદ ખાતે જન્મ (1955)
તેમણે સીમાઓ તોડી ટેક્સાસ રાજ્યમાં પ્રથમ મહિલા ચાન્સેલર અને યુ.એસ.માં વ્યાપક સંશોધન યુનિવર્સિટીનું નેતૃત્વ કરનાર પ્રથમ ભારતીય ઇમિગ્રન્ટ બન્યા છે

* ગુજરાતી ભાષાનાં જાણીતાં સાહિત્ય આરાધક, લેખક ગીતકાર, ઉત્તમ વક્તા અને કવિ તુષાર શુક્લનો જન્મ (૧૯૫૫)
અમદાવાદ આકાશવાણીમાં ઉદઘોષક તરીકે એમણે કાર્ય સ્વીકાર્યુ. આકાશવાણી પર બહુ જ લોકપ્રિય કાર્યક્રમ "શાણાભાઇ શકરાભાઇ"નાં સફળ સંચાલનથી કારકીર્દિનો આરંભ થયો અને રેડિયો કાર્યક્રમનું નામ “મજૂરભાઇઓ માટે / ઔદ્યોગિક કામદારો માટેનો કાર્યક્રમ“ ઘણા સમય સુધી કર્યો
અમદાવાદમાં શ્યામલ-સૌમિલ મુનશીનાં પહેલાં સંગીત કાર્યક્રમ 'મોરપીંછ'નાં સફળ તેમજ યાદગાર સંચાલન (1980)થી શરૂ કરેલી ઉદબોધક તરીકેની યાત્રા આજ દિન સુધી ગુજરાતી સાહિત્યનાં વારસાને આગળ ધપાવતી વણથંભી ચાલી રહી છે
"દરિયાનાં મોજાં કઈ રેતી ને પૂછે" અને "આંખોમાં બેઠેલાં ચાતક", છેલ્લો દિવસનું 'કહેવું ઘણું ઘણું છે' આવાં અનેક ગીતો એમની ઓળખ બની ગયાં છે
પ્રકૃતિ, માનવસહજ પ્રેમ આવાં ઘણા વિષયો પર ૩૦ જેટલાં પુસ્તકો લખ્યા અને નાટ્યક્ષેત્રે પણ તેમનું નાટક “અભિસારિકા” ખૂબ જ સુંદર છે 

* ગાયકવાડ વંશના બરોડાના શાસક મહારાજા શ્રીમંત મહારાજા સર પ્રતાપ સિંહ રાવ ગાયકવાડનો જન્મ (1908)
તેમના દાદા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અવસાન પછી તેઓ 1939માં ગાદી પર બેઠા.

* પદ્મ વિભૂષણથી સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી પ્રશાંતચંદ્ર મહાલનોબિસનો પશ્ચિમ બંગાળનાં કોલકાતામાં જન્મ (1893)

* પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને કાલિદાસ સન્માનથી સન્માનિત ભારતીય કલાકાર કે. જી. (કલાપતિ ગણપતિ) સુબ્રમણ્યનનું વડોદરા ખાતે અવસાન (2016)

* કાકોરી ષડયંત્ર અને દક્ષિણેશ્વર બોમ્બ ધડાકા પાછળનો માસ્ટરમાઇન્ડ ભારતીય ક્રાંતિકારી રાજેન્દ્ર નાથ લાહિરીનો બાંગ્લાદેશમાં જન્મ (1901)

* જીગરા તરીકે પણ ઓળખાતા પ્લેબેક ગાયક, ગીતકાર, કલાકાર અને સંગીતકાર જીગરદાન ગઢવીનો અમદાવાદમાં જન્મ (1991)
તેમણે ગુજરાતી સિનેમામાં 'હાર્દિક 
અભિનંદન
' ફિલ્મથી ડેબ્યુ કર્યું છે 

* બંગાળી કવિ, લેખક અને બંગાળી નાટકના પ્રણેતા માઈકલ મધુસૂદન દત્તાનું કોલકાતા ખાતે અવસાન (1873)
તેમની પ્રખ્યાત કૃતિ મેઘનાદ, કે જે એક દુ:ખદ મહાકાવ્ય માટે જાણીતા હતા

* ભારતીય સ્વતંત્રતા ચળવળનાં સેનાની અને ભારતનાં પ્રથમ સંરક્ષણ પ્રધાન સરદાર બલદેવ સિંહનું અવસાન (1961)

* ભારતના ક્રિકેટ ખેલાડી ગુરુકીરત સિંગ (3 વનડે રમનાર)નો ફરિદકોટ ખાતે જન્મ (1990)

* ભારતીય ગણિતશાસ્ત્રી, ફિલોલોજિસ્ટ, ઈતિહાસકાર અને પોલીમેથ દામોદર ધર્માનંદ કોસંબીનું પુના ખાતે અવસાન (1966)
તેમણે કોસંબી મેપ ફંક્શનની રજૂઆત કરીને આનુવંશિકતામાં યોગદાન આપ્યું અને તેઓ સિક્કાશાસ્ત્રમાં તેમના કાર્ય માટે અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોની જટિલ આવૃત્તિઓનું સંકલન કરવા માટે જાણીતા છે

* ચાર ઓસ્કાર પુરસ્કાર વિજેતાં અને સતત 60 વર્ષ સુધી મુખ્ય હોલીવૂડ અભિનેત્રી કૈથરીન હેપબર્નનું અમેરિકામાં અવસાન (2003)

* ભારતના ક્રિકેટ ખેલાડી રાકેશ શુક્લા (1 ટેસ્ટ રમનાર)નું અવસાન (2019)

* ભારતીય કવિ, વિદ્વાન, લેખક, ફિલસૂફ અને સાંસ્કૃતિક વિવેચક કે. ડી. (કૈખોસરુ દાનજીબુય) સેથનાનું પોન્ડિચેરી ખાતે અવસાન (2011)
તેમણે 50 થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા અને તેઓ અમલ કિરણ તરીકે પણ જાણીતા હતા.

* કેન્યાના ક્રિકેટ ખેલાડી (15 ટી-20 રમનાર) રુષભ પટેલનો નૈરોબીમાં જન્મ (1993)

* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેત્રી અને સ્ટેન્ડ-અપ કોમેડિયન ઉપાસના સિંહનો પંજાબના હોશિયારપૂરમાં જન્મ (1975)

* બોલિવૂડ ફિલ્મો અને ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ નૌશીન અલી સરદારનો મુંબઈમાં જન્મ (1982)

>>>> આટલા બધા અનુભવો અને ઉંમર વિતાવ્યા પછી પણ આપણે જો શીખવાનું કશું બાકી રહ્યું હોય તો પછી જીવીશું ક્યારે? આપણે નહીં, લોકોએ આપણી પાસેથી શીખવાનું હોય. એ વિચાર આજે સૌથી મોટુ જોખમ બનતું જાય છે. આજે આપણે ફરિયાદો કરવી એક સ્કિલ માનીએ છે. આપણે ઇચ્છીએ એવું ન થતું હોય અથવા અનુકૂળ ન હોય તો નિયમિત તેની ફરિયાદો કરતા રહેવાનું, ખરેખર તો ફરિયાદો કરવાથી મૂડ બગડે અને સ્ટ્રેસ આવે છે. જેમાં કશું શીખવું નથી અને આપણને ફરિયાદ કર્યા પછી "હાશ"નો અહેસાસ થાય છે એમ માની હવે જીવનમાં સારું લાગવું એ જ એક ધ્યેય રહ્યો છે. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)