1638444642_d7840c398eed4bc41292

આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ

આજ કલ ઓર આજ 

તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર 
તા. 2 DECEMBER : તા. 2 ડિસેમ્બર

આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 

વધતા પ્રદૂષણને કારણે થતી સમસ્યા અંગે જાગૃતિ ફેલાવવા માટે 2 ડિસેમ્બરે પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે.રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2 ડિસેમ્બર 1984ના ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે.

* ભાજપના પ્રમુખ તરીકે (20-1-2020થી) સેવા આપી રહેલ રાજ્યસભાના સાંસદ (2012થી) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી (2014-19) જગત પ્રકાશ નડ્ડાનો બિહારના પટના ખાતે જન્મ (1960) 

* મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી (1995-99), રાજ્યસભાના સભ્ય (2006-12) અને લોકસભાનાં સ્પીકર (2002-04) રહેલ મનોહર ગજાનન જોશીનો જન્મ (1937)

* ભારતીય વ્યાવસાયિક ક્ષેત્ર અને ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે આક્રમક મિડફિલ્ડર હોકી ખેલાડી સન્નુવંદા કુશલપ્પા ઉથપ્પાનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1993) 

* ભારતીય ક્રિકેટર (3 ટેસ્ટ રમનાર), ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અને રાજકારણી વિઝિયાનાગ્રામના મહારાજકુમાર (લેફ્ટનન્ટ કર્નલ પુસાપતિ વિજય આનંદ ગજપતિ રાજુ)નું વારાણસી ખાતે અવસાન (1965)

* ભારતમાં જલનધર ખાતે જન્મેલ અને પાકિસ્તાનના ચોથા વડાપ્રધાન (1955-56) ચૌધરી મોહમ્મદ અલીનું અવસાન (1980)

* ઉત્તર પ્રદેશના જાહેર સેવક - સંત, હિન્દીના ઉપદેશક અને બરહાજ આશ્રમમાં રાષ્ટ્રીય ભાષા શાળા શરૂ કરનાર બાબા રાઘવદાસનો મહારાષ્ટ્રમાં પુણે ખાતે જન્મ (1886)

* 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડથી સન્માનિત ભારતીય સિનેમાના ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક બોમીરેડી નાગી રેડ્ડીનો જન્મ (1912)
તેમણે ચેન્નાઈમાં વિજયા વોહિની સ્ટુડિયોની સ્થાપના કરી, જેને એશિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો માનવામાં આવે છે

* ચેન્નાઈમાં યોગ, વેદાંત, યંત્ર, મંત્ર અને તંત્રના ક્ષેત્રમાં અસાધારણ આચાર્ય કનૈયા યોગીનું અવસાન (1990)

* ‘પદ્મભૂષણ’થી સન્માનિત અને મહારાષ્ટ્રમાં નેતૃત્વની મિશાલ ગણાતા (વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે) મામાસાહેબ ફડકેનો રત્નાગીરી જિલ્લાનાં જામ્બુલઆડ ગામે જન્મ (1887) 

* ભારતીય ચિકિત્સક ગુરુકુમાર બાલાચંદ્ર પારુલકરનો જન્મ (1931)

* પ્રથમ વિશ્વયુદ્ધના એકમાત્ર ભારતીય ફ્લાઇંગ એસ ઇન્દ્રલાલ રોયનો જન્મ (1898)

* દલિત સાહિત્યમાં તેમનાં યોગદાન માટે જાણીતા ગુજરાતી અને અંગ્રેજી ભાષાનાં કવિ, અનુવાદક અને સંપાદક નીરવ પટેલ (સોમો હિરો ચમાર)નો અમદાવાદ જિલ્લાનાં દસ્ક્રોઇ તાલુકાનાં ભુવલડી ગામમાં જન્મ (1950)
અંગ્રેજી સાહિત્યમાં તેમણે પીએચ.ડી. કર્યું અને તેમણે બેંક અધિકારી તરીકે સેવા આપી નિવૃત્તિ પછી, તેમણે પોતાનો સમય દલિત સાહિત્યમાં સમર્પિત કર્યો

* ‘પદ્મશ્રી’ની પદવીથી સન્માનિત મરાઠી સાહિત્યનાં પ્રતિભાવંત સાહિત્યકાર અનંત આત્મારામ કાણેકરનો મુંબઈમાં જન્મ (1905)
શિક્ષિત મધ્યમ વર્ગની સ્ત્રીઓને મરાઠી રંગમંચ પર લાવનારા તેઓ પ્રથમ નિર્માતા હતાં

* બોલિવૂડ ફિલ્મો અને થિયેટરમાં અભિનેતા તથા ઈરાની વંશના અવાજ કલાકાર અને ફોટોગ્રાફર બોમન ઈરાનીનો જન્મ (1959)

* હિન્દી ફિલ્મોના પ્રખ્યાત હાસ્ય કલાકાર દેવેન વર્માનું મહારાષ્ટ્રમાં પુણે ખાતે અવસાન (2014)
તેમણે લગભગ 149 ફિલ્મોમાં કામ કર્યું અને પોતાના શાનદાર કોમેડી અભિનયથી દરેકનું દિલ જીતી લીધું તેવી નોંધપાત્ર ફિલ્મોમાં ‘ગોલમાલ’, ‘અંગૂર’, ‘ખટ્ટા મીઠા’, ‘નાસ્તિક’, ‘રંગ બિરંગી’, ‘બેશરમ’, ‘ચોરી મેરા કામ’, ‘ચોર કે ઘર ચોર’ વગેરે છે

* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેતા રાકેશ બેદીનો જન્મ (1954)

* દક્ષિણ ભારતીય અને હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી સિલ્ક સ્મિતાનો જન્મ (1960)

* હિન્દી-બોલિવૂડ સિનેમાની કોમિક ભૂમિકાઓ ભજવનાર અભિનેત્રી પ્રીતિ ગાંગુલીનું મુંબઈમાં અવસાન (2012) 

* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેત્રી અને અભિનેતા શાહિદ કપૂર તથા ઈશાન ખટ્ટરની માતા નીલિમા અઝીમનો જન્મ (1958)

* હિન્દી ટીવી અભિનેત્રી કાશ્મીરા શાહનો જન્મ (1971)

* પરદેસ ફિલ્મમાં રાજીવની અને ટેલિવિઝન શો જસ્સી જૈસી કોઈ નહીંમાં અરમાન સૂરીની ભૂમિકા માટે જાણીતા ભારતીય અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રીનો જન્મ (1972)

* દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનેતા અને લેખક ડેનિયલ બાલાજીનો જન્મ (1975)

* યુનાઇટેડ સ્ટેટ્સની નાગરિકતા મેળવી ત્યાં સ્થાઈ થનાર ભારતીય ફિલ્મ અભિનેતા સાબુ દસ્તગીરનું અવસાન (1963) 

* વિશ્વનાથ પ્રતાપસિંઘ ભારતનાં વડાપ્રધાન બન્યાં (1989)
તેઓ તા. 10 નવેમ્બર, 1990 સુધી આ પદ પર રહ્યાં

* નેપોલિયન બોનાપાર્ટે ફ્રાન્સના સમ્રાટ બન્યા (1804)

* જ્યોર્જ 5માં અને ક્વીન મેરી ભારતની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ રાજા બન્યા (1911)
તેમના બોમ્બે (હવે મુંબઈ) આગમનની યાદમાં ગેટવે ઓફ ઈન્ડિયા બનાવવામાં આવ્યો હતો

* પોંડિચેરી (હવે પુડુચેરી) માં શ્રી અરબિંદો આશ્રમ શાળાની સ્થાપના કરવામાં આવી જે શ્રી અરબિંદો આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્ર તરીકે જાણીતી થઈ (1942)

* સંયુક્ત આરબ અમીરાતે બ્રિટનથી સ્વતંત્રતા જાહેર કરી (1971)