આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી-શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી
આજ કલ ઔર આજ
તા. 26 મે : 26 May
તારીખ તવારીખ
સંકલન: વિજય ઠક્કર (આણંદ)
ભારતનાં 15માં વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પદભાર સંભાળ્યો (2014)
૨૬ મે ૨૦૧૪ના રોજ શ્રી નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા, સ્વતંત્રતા બાદ જન્મેલ કોઈ વ્યક્તિ વડાપ્રધાન બન્યાનો આ પહેલો કિસ્સો છે
આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી શ્રી મોદી અગાઉ વર્ષ 2014 થી 2023 દરમિયાન પ્રધાનમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. વળી તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, 2001થી મે, 2014 સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે.
* તારક મહેતા કા ઉલટા ચશ્માં ટીવી સિરિયલના જેઠાલાલના પાત્ર સાથે ખુબ લોકપ્રિય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા દિલીપ જોશીનો પોરબંદર ખાતે જન્મ (1968)
* ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિના પ્રસારક તથા ગદ્યકાર અંબુભાઈ બાલકૃષ્ણ પુરાણીનો સુરતમાં જન્મ (1894)
તેઓ તેમના ભાઈ છોટુભાઇ પુરાણી સાથે ગુજરાતમાં શારીરિક શિક્ષણના પ્રણેતા રહ્યા
* બે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર એકમાત્ર ભારતીય ફ્રી સ્ટાઇલ રેસલર સુશીલ કુમાર સોલંકીનો દિલ્હીમાં જન્મ (1983)
2012 લંડન ઓલિમ્પિકમાં રજત પદક અને 2008 બેઇજિંગ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારનું રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માન કરાયું છે
એક હત્યાના કેસમાં તેમની 2021માં પોલીસે ધરપકડ કરી હતી
* ભારતીય કૃષિ સંશોધન પરિષદના પ્રથમ નિયામક બેન્જામિન પેરી પાલનો પંજાબમાં જન્મ (1906)
* મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે બે વખત (1999-2003 અને 2004-08) સેવા આપનાર વિલાસરાવ દેશમુખનો લાતુર જિલ્લામાં જન્મ (1945)
* અમદાવાદના ઠક્કરબાપા નગર મતવિસ્તારમાંથી ત્રણ વખત ગુજરાત વિધાનસભાના સભ્ય વલ્લભભાઈ કાકડિયાનો અમરેલીમાં જન્મ (1944)
* ભારતીય-અમેરિકન કોમ્પ્યુટર એન્જિનિયરને HDTV સહિત ડિજિટલ ટેકનોલોજીમાં યોગદાનનો શ્રેય આપવામાં આવ્યો છે તે અરુણ નેત્રાવલીનો મુંબઈમાં જન્મ (1946)
* સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક હરિવલ્લભ ચુનીલાલ ભાયાણીનો ભાવનગરનાં મહુવામાં જન્મ (1917)
રણજિતરામ સુવર્ણચંદ્રક (1963) અને સાહિત્ય અકાદમી, દિલ્હીનાં પુરસ્કાર (1981)થી તેઓ સન્માનિત થયા હતાં
એમનાં સંશોધન-સંપાદનમાં રહેલી ઝીણવટ, વ્યવસ્થિતતા અને શાસ્ત્રીયતા એમની વિદ્વતાને પ્રમાણિત કરે છે
ગુજરાતી ભાષાનું ઐતિહસિક વ્યાકરણ, લોકસાહિત્ય સંપાદન અને સંશોધનો જેવાં વિવેચન, ભાષા શાસ્ત્ર, અપભ્રંશ અને સંપાદન ગ્રંથોમાં જોવા મળે છે
* સ્વતંત્રતાસેનાની છગનરાજ ચૌપાસનીનો રાજસ્થાનનાં જોધપુર જિલ્લામાં જન્મ (1912)
* આંતરરાષ્ટ્રીય ગ્રેમી એવોર્ડથી સન્માનિત ભારતીય ફિલ્મો, મ્યુઝિક વીડિયો અને કમર્શિયલ નિર્દેશક તરસેમ સિંહનો પંજાબના જલંધર ખાતે જન્મ (1961)
* રાજકારણી અને બિઝનેસ મેન, નિલામ્બુર, કેરળના ધારાસભ્ય પી. વી. અનવરનો જન્મ (1967)