AnandToday
AnandToday
Friday, 20 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા 

આજે તા. 21 જાન્યુઆરી 23

Today : 21 January 23

તારીખ તવારીખ 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)

 
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પટના ખાતે જન્મ (1986

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી, 1986ના રોજ પટનામાં થયો હતો. સુશાંતનુ મૃત્યુ મુંબઈ ખાતે 14 જૂન, 2020માં થયું હતું. આ બોલીવુડનો એ સ્ટાર છે, જેણે સફળતાનાં શિખરે ચડતા જ મોતને વ્હાલું કરી લીધું હતું. પરંતુ તેમના મિત્રો આજે પણ લાખોની સંખ્યામાં છે. સુશાંતે પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. જ્યાં તેણે પવિત્ર રિશ્તા, કિસ દેશ મેં હૈ મેરા દિલ જેવી સિરિયલો કરી હતી. જે બાદ તેણે ફિલ્મ ’કાઈ પો છે’થી બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. જે પછી સુશાંતે એમએસ ધોની, કેદારનાથ જેવી ઘણી હિટ ફિલ્મો કરી. ફિલ્મ એમએસ ધોનીએ તેની કારકિર્દીનો ગ્રાફ ઊંચો કરી દીધો અને તેની ફેન ફોલોઈંગમાં રાતોરાત ઉછાળો જોવા મળ્યો હતો.ફિલ્મ ’છિછોરે’ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પહેલા રિલીઝ થનારી તેની છેલ્લી ફિલ્મ હતી જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પણ તેને તેના પાત્ર માટે ચાહકો તરફથી ઘણું પ્રોત્સાહન મળ્યું.

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભૌતિકશાસ્ત્રી મધુ દંડવતેનો મહારાષ્ટ્રનાં અહમદનગરમાં જન્મ (1924)
તેઓ મહારાષ્ટ્રની લેજિસ્લેટીવ કાઉન્સિલનાં સભ્ય અને 5 વખત રાજાપુર સંસદીય સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયાં હતાં અને મોરારજી દેસાઈ સરકારમાં રેલવે મંત્રી અને વી.પી.સિંહ સરકારમાં નાણામંત્રી હતાં

* સુરતના (ત્રીજી વખત) સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશનો સુરત ખાતે જન્મ (1961)

* કવિ દલપતરામ ત્રવાડીનો સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણમાં જન્મ (1820)
તેમનું સાહિત્ય સર્જનનું ક્ષેત્ર કવિતા, નાટક, નિબંધ, છંદ શાસ્ત્ર, સંપાદન, બાળકાવ્યો વગેરે રહ્યું

* બોલિવૂડ અભિનેત્રી ગીતા બાલી (હરકિર્તન કોર)નું મુંબઈ ખાતે અવસાન (1965)
તેમણે બાળકલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું અને લગભગ 70 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો 
તેમના લગ્ન (1955માં) અભિનેતા શમ્મી કપૂર સાથે થયા હતા 

* યુનાઈટેડ સોવિયત સોશલિસ્ટ 
રિપબ્લિકનાં પ્રથમ પ્રમુખ, રશિયામાં બોલ્શેવિક ક્રાંતિનાં પ્રણેતા અને ક્રાંતિકારી સામ્યવાદી નેતા વ્લાદિમીર ઇલીચ લેનિનનું અવસાન (1924)

* ​ન્યૂયોર્કના  હરલેમ વિસ્તારના એક મહિલાએ 911 ઉપર ફોન કર્યો કે ‘મારો દિકરો મારી સાથે ઝઘડી રહ્યો છે.’ પોલીસ તરત સ્થળ ઉપર પહોંચી. પોલીસે ઘરનું બારણું ખોલાવ્યું તો પોલીસ ઉપર ફાયરિંગ કર્યું તેમાં સ્થળ ઉપર પોલીસ અધિકારી જેસન રિવેરા (ઉં.વ. 22)ની હત્યા કરી દીધી, બીજા પોલીસ વિલ્બર્ટ મોરા (ઉં.વ. 27) ઉપર ફાયરિંગ કરી તેને ઘાયલ કરી દીધા; (જેમનું ચાર દિવસ બાદ હોસ્પિટલમાં અવસાન થયું હતું) હુમલાખોર લશૉન મેકનીલ (ઉં.વ. 47) પોલીસ ઉપર ફાયરિંગ કરીને નાસી રહ્યો હતો ત્યારે પોલીસે ફાયરિંગ કરતા તેનું મૃત્યુ થયું (2022)
લોકોએ બન્ને પોલીસ અધિકારીઓના પરિવાર માટે 3,10,000 ડોલર (રૂ. 2,32,50,000) એકત્ર કર્યા હતા 

* ભારતીય ક્લાસિકલ સંગીતકાર અને ગાયક માસ્ટર ક્રિશ્નારાવનો મહારાષ્ટ્રમાં જન્મ (1898)

* ઓમાન દેશની ક્રિકેટ ટીમના ખેલાડી (૧ વન ડે રમનાર) પૃથ્વીકુમાર માછીનો વલસાડ ખાતે જન્મ (1995)

* યુએઈની ક્રિકેટ ટીમના ખેલાડી (૫ વન ડે રમનાર) શૌકત દુકાનવાલાનો મુંબઈ ખાતે જન્મ (1957)

* હિન્દી ફિલ્મોના સંગીતકાર રામચંદ્ર પાલનું અવસાન (1993)

* કેનેડાના ક્રિકેટ ખેલાડી અને અમ્પાયર કેન પટેલ (કાંતિલાલ કલ્યાણજી પટેલ)નો ગુજરાતમાં જન્મ (1951)

* બોલિવૂડ અભિનેત્રી કીમ શર્માનો જન્મ (1980)

* મણિપુર અને ત્રિપુરા રાજ્યની સ્થાપના થઈ (1972)

* વર્ષ 1971ના ભારત - પાકિસ્તાન યુધ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં અને માનમાં ઇંદીરા ગાંધીની સરકારના સમયે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે અમર જવાન જ્યોત સ્મારક બનાવડાવેલું. તા. ૨૬ જાન્યુઆરી ૧૯૭૨ના રિપબ્લિક દિવસ ઉપર એનું ઓફિસિયલ ઉદ્ઘાટન કરવામાં આવેલું. ત્યારથી એક કસ્ટમ હતો કે રિપબ્લિક દિવસની પરેડ પહેલાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સેનાના ત્રણે પાંખના વડાઓ આ સ્થળે આવીને રીથ મુકીને જવાનોને અંજલી આપે. આ સ્મારક ઉપર ચાર જ્યોત રાખવામાં આવી, જેમાંથી એક જ્યોત કાયમ ઝળહળે અને સ્વાતંત્ર્ય દિવસ અને ગણતંત્ર દિવસ ઉપર ચારેય જ્યોત ઝળહળે. વર્ષ ૧૯૭૧ થી ૨૦૦૬ સુધી આ જ્યોતો LPG વડે ઝળહળતી, વર્ષ ૨૦૦૬ થી CNG વડે. વર્ષ ૨૦૧૯માં નરેન્દ્ર મોદી સરકારે નવુ નેશનલ વોર મેમોરિયલ બનાવ્યું અને ત્યાં અમર ચક્ર આગળ બીજી અમર જવાન જ્યોત પ્રગટાવી. તે સમયથી ગણતંત્ર દિવસ ઉપર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સેનાના ત્રણે પાંખના વડાઓ અગાઉ બનાવડાવેલ અમર જવાન જ્યોત સ્મારક ઉપર રીથ મુકી અંજલી આપવા જતા હતા એ કસ્ટમ બંધ કરાવી નવા બનાવેલા સ્મારક ઉપર રીથ મુકીને જવાનોને અંજલી આપવાનો નવો ધારો શરૂ થયો. હવે જુના સ્થળ ઉપર કાયમ માટે ઝળહળતી જ્યોતોને નવા સ્થળ પર મર્જ કરી દેવામાં આવી (2022)