ભારતની ક્રિકેટ ટીમના મહત્વના ખેલાડી સાબિત થયેલ અક્ષર પટેલ (ડાબોડી ઓલ રાઉન્ડર)નો ચરોતરમાં જન્મ (1994)
અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી 1994માં ગુજરાતના નડીયાદમાં થયો હતો. 2014ની આઈપીએલમાં અક્ષરે શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યાર બાદ તેણે બાંગ્લાદેશના પ્રવાસ પર વનડે ટીમમાં સ્થાન મળ્યું.અક્ષર 2015ના વનડે વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો હિસ્સો હતો. અક્ષરે પોતાની પ્રથમ ટી20 મેચ 2015માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ રમી હતી.
* બંધારણસભાનાં સભ્ય અને ‘અંત્યજોનાં ગોર’, ‘આદિવાસીઓનાં બાપા’ તરીકે જાણીતાં કર્મનિષ્ઠ સેવક ઠક્કરબાપા (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠકકર)નું અવસાન (1951)
અમૃતલાલ ઈજનેર હતાં અને યુગાન્ડામાં રેલ્વે બંધાતી હતી ત્યારે ત્યાં કામ કર્યું હતું
પંચમહાલને દુષ્કાળનાં ખપ્પરમાંથી મુક્ત કરવા દાહોદ ખાતે ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોનાં જીવનમાં પરિવર્તન લાવ્યાં
ગાંધીજીએ સ્થાપેલ ‘અખિલ હિંદ હરિજન સંઘ’નાં મંત્રી તરીકે તેમણે વર્ષો સુધી સેવાઓ આપી
‘પદ્મભૂષણ’થી સન્માનિત અમદાવાદ નગરશેઠ કુટુંબનાં વંશજ, ઉદ્યોગપતિ અને દાનવીર કસ્તુરભાઈ લાલભાઈનું અવસાન (1980)
તેમણે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રિઝની સ્થાપના કરી
* સચિન તેંડુલકર દિલ્હી ખાતે પાકિસ્તાન અને ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાની ટીમ વચ્ચે રમાયેલ એક ફ્રેન્ડલી મેચમાં પ્રવાસી પાકિસ્તાની ટીમ તરફથી સબસ્ટીટ્યુટ ખેલાડી તરીકે રમ્યા (1987)
* ભારતના (5મા) નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત દોવાલ નો ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (1945)
* ‘સરહદનાં ગાંધી’ તરીકે જાણીતાં સ્વાતંત્ર્યસેનાની, રાજકીય અને અધ્યાત્મિક આગેવાન અને ‘ભારત રત્ન’થી સન્માનિત ખાન અબ્દુલ ગફારખાનનું પાકિસ્તાનનાં પેશાવર ખાતે અવસાન (1988)
તેઓ ‘ફખર-એ-અફઘાન’ તરીકે પણ જાણીતાં થયા અને ભારત, પાકિસ્તાન, અફઘાન ત્રણે દેશ તેમની કર્મભૂમિ રહ્યાં
* બોલિવૂડ અભિનેત્રી પરવીન બાબી નું અવસાન (2005)
* બ્રિટિશનાં ઉત્કર્ષમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર, સામાજિક વિચારક જ્હોન રસ્કિનનું અવસાન (1900)
તેમણે ‘અન્ટુ ધિસ લાસ્ટ’, ‘ફોર્સ કલેવીજેરા’, ‘સીસેમ એન્ડ લિલીઝ’, ‘ધી ક્રાઉન ઑફ વાઇલ્ડ ઓલિવ’ વગેરે મહત્વનાં ગ્રંથો લખ્યાં
* સ્વાતંત્ર્ય સેનાની, ભારતશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને લેખક જગદીશચંદ્ર જૈનનો ઉત્તરપ્રદેશમાં જન્મ (1909)
ગાંધીજીની હત્યાની સુનાવણીમાં તેઓ મુખ્ય વકીલ સાક્ષી હતાં
* બંગાળમાં ‘લોકનેતા’નું બિરુદ પામેલા ફોરવર્ડ બ્લોકનાં સભ્ય, સામાજિક કાર્યકર અને બંગાળનાં નેતા કમલ કાન્તી ગુહાનો જન્મ 20 જાન્યુઆરી, (1928)
દીન્હાતા વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડી કમલ ગુહા 8 વખત ધારાસભ્ય બન્યાં
* અમેરિકાનાં 40માં રાષ્ટ્રપ્રમુખ તરીકે (1981 થી 1989) હોલિવૂડનાં જાણીતા અભિનેતા રોનાલ્ડ રેગન ચૂંટાયા (1981)
રેગને અર્થકરણને લગતી મહત્ત્વની નીતિઓમાં સુધારા કર્યા, જેને ‘રેગનોમિક્સ’ તરીકે ઓળખાઈ
* સ્વાતંત્ર્ય સેનાની, વકીલ અને લિબરલ પાર્ટીનાં નેતા સર તેજબહાદુર સપ્રુનું અવસાન (1949)
* સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત હિન્દી થિયેટર અને ફિલ્મ અભિનેત્રી નાદિરા બબ્બરનો મુંબઈ ખાતે જન્મ (1948)