* ભારતના પહેલા સફળ ફોર્મ્યુલા વન રેસના ડ્રાઈવર નારાયણન કાર્તિકેયનો કોઈમ્બતુર ખાતે જન્મ (1977)
* બોલિવૂડના ગીતકાર - લેખક અને ઉર્દૂ સાહિત્યકાર કૈફી આઝમીનો આઝમગઢ ખાતે જન્મ (1919)
* ગુજરાતી હાસ્ય લેખક વિનોદ ભટ્ટનો જન્મ (1938)
* ચિત્રકાર નટુભાઈ પરીખનો ખેડા (હવે આણંદ) જિલ્લાના બાંધણી ગામમાં જન્મ (1931)
દરેક દરિયા કિનારાના લેન્ડસ્કેપ પેઇન્ટિંગ કરવાનો તેમને અનોખો શોખ હતો
પીજની શાળામાં કલાશિક્ષકની નોકરી કરી અને કલાનાં વધુ અભ્યાસ બાદ અમદાવાદમાં સી.એન. કલામહાવિદ્યાલયમાં કલાનાં વિવેચનનાં અધ્યાપક તરીકે જોડાયાં હતાં
તેમણે ‘કલાસંસ્કાર’, ‘કલાસર્જન’ અને ‘કલાવૃત્ત’ જેવાં કલાનાં પરિચયલક્ષી પુસ્તકો કલાજગતને આપ્યાં છે
* ભારતીય સાહિત્ય જગતમાં માનવીય જીવનમાં શોષણ અને સંઘર્ષનું અસરકારક આલેખન કરનારાં અને ‘સાહિત્ય અકાદમી ઍવોર્ડ’, ‘પદ્મ શ્રી’, ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’, રેમન મેગ્સેસે ઍવોર્ડ તથા ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત બંગાળી ભાષાનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર મહાશ્વેતાદેવીનો ઢાકા શહેરમાં જન્મ (1926)
* રાષ્ટ્રપતિ દ્વારા ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર અને રામનાથ ગોયન્કા એવોર્ડથી સન્માનિત એનડીટીવી હિન્દી ન્યૂઝ ટીવી ચેનલના ઉત્તર પ્રદેશના પત્રકાર કમાલ ખાનનું લખનઉ ખાતે અવસાન (2022)
* રાષ્ટ્રપતિ દ્વારા ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર દ્વારા અને રામનાથ ગોયન્કા એવોર્ડથી સન્માનિત એનડીટીવી હિન્દી ન્યૂઝ ટીવી ચેનલના ઉત્તર પ્રદેશના પત્રકાર કમાલ ખાનનું લખનઉ ખાતે અવસાન (2022)
* ગુજરાત સરકારે 10% EWS આરક્ષણને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો (2019)
* પદ્મ ભૂષણથી સન્માનિત અમેરિકાના બેંકર (સીટી બેંક) વિક્રમ પંડિતનો નાગપુર ખાતે જન્મ (1957)
* ગુજરાતી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી નરસિંહરાવ દિવેટિયાનું મુંબઈ ખાતે અવસાન (1937)
* જીવવિજ્ઞાની, લેખક, માનવતાવાદી, દાર્શનિક અને ફિઝિશિયન આલ્બર્ટ શ્વાઈત્ઝરનો એલ્સાસમાં કૈઝર્સબર્ગમાં જન્મ (1875)
* મુઘલ બાદશાહ અકબરનાં નવ રત્નો પૈકીનાં એક અબુલ ફઝલનો આગ્રામાં જન્મ (1551)
* ગુજરાતનાં સાંસ્કૃતિક ઇતિહાસકાર ડૉ. પ્રિયબાળાબેન જીવણલાલ શાહનું અવસાન (2011)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી દુર્ગા ખોટે (1905) અને સીમા બિસ્વાસ (1965)નો જન્મ
* ભારતમાં ડોમેસ્ટીક ક્રિકેટ રમનાર ડી. બી. દેવધરનો પુના ખાતે જન્મ (1892)
* ધર્મેન્દ્ર, હેમા માલિની, અશોક કુમાર, અસરાની, પ્રેમ ચોપરા, લલિતા પવાર, દીના પાઠક, પિંચુ કપૂર અભિનિત ફિલ્મ 'ડ્રીમગર્લ' રિલીઝ થઈ (1977)
ડિરેક્શન : પ્રમોદ ચક્રવર્તી
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ