AnandToday
AnandToday
Wednesday, 11 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટ સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ફિઝીયોથેરાપી (ARIP)નો 12મો વાર્ષિકોત્સવ

ફિઝીયોથેરાપી સારવાર સમાજમાં બધાનું જીવન સુખાકારી બનાવે છે: ARIPના ચીફ પેટ્રન  શ્રી  અશોકભાઇ પટેલ

ચાંગા
ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ યુનિવર્સીટી) સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) નો 12મો વાર્ષિકોત્સવ 12મી જાન્યુઆરી, ગુરૂવારે ચારુસેટ કેમ્પસમાં ઉજવવામાં આવ્યો હતો.   

આ વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) ના ચીફ પેટ્રન શ્રી અશોકભાઇ પટેલ અને શ્રીમતી રીટાબેન પટેલ (CHANGA ANAND/USA)  ઉપસ્થિત રહ્યા હતા. અતિથિવિશેષ તરીકે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ફિઝીયોથેરાપી (GSCPT) ના પ્રમુખ અને ગવર્નમેન્ટ ફિઝીયોથેરાપી કોલેજ-અમદાવાદના પ્રિન્સિપાલ ડો. યજ્ઞા શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.  આ ઉપરાંત  માતૃસંસ્થા-CHRFના પ્રેસિડેન્ટ શ્રી નગીનભાઇ પટેલ,  માતૃસંસ્થા- કેળવણી મંડળ-CHRFના સેક્રેટરી ડૉ. એમ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સી. એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ  શ્રી અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, CHRFના ઉપપ્રમુખ શ્રી વીરેન્દ્રભાઈ પટેલ,  CHRFના સહમંત્રી શ્રી ધીરુભાઈ પટેલ, એડવાઈઝર ડો. બી. જી. પટેલ,  પ્રિ. આર. વી. પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ-ડીન, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. ARIP ના ડો. પ્રકાશે સ્વાગત પ્રવચન કરતાં ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના સ્મરણો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ફિઝીયોથેરાપીની સારવારથી મોતના મુખમાંથી બચીને ઊગરેલા દર્દીઓએ સફળતાની ગાથા રજૂ કરી હતી.

કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ અને ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા,

ARIPના પ્રિન્સિપાલ ડો. એમ. બાલાગણપતિએ  અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ  ફિઝીયોથેરાપીના છેલ્લા 3 વર્ષના વાર્ષિક અહેવાલની રજૂઆત કરી હતી.  તેમણે કોલેજની સિદ્ધિઓની ઝાંખી કરાવી હતી. જણાવ્યું હતું કે અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી  (ARIP)માં બેચલર-માસ્ટર્સ-પીએચ.ડી. ફિઝીયોથેરાપી પ્રોગ્રામ ઉપલબ્ધ છે.

આ વાર્ષિકોત્સવમાં સ્પોર્ટ્સ-કલ્ચરલ-એકેડેમીક પ્રવૃતિઓમાં સિદ્ધિ હાંસલ કરવા બદલ  ફેકલ્ટી અને  વિદ્યાર્થીઓ સહિત કુલ 150 ઉપરાંતને મોમેન્ટો-સર્ટિફિકેટ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.

અતિથિવિશેષ ડો. યજ્ઞા શુક્લાએ સંસ્થાની પ્રગતિ અને સિધ્ધિઓ નિહાળી આનંદ વ્યક્ત કરતાં જણાવ્યુ કે આજની યુવા પેઢીમાં શક્તિ, સર્જનાત્મકતા અને કૌવત છે જેનો સમાજ સેવા માટે ઉપયોગ કરવો જોઈએ. ચારુસેટ યુવા પેઢીનું આ દૈવત બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.  તેમણે વિદ્યાર્થીઓને  THINK OUT OF THE BOX રૂટિન કરતાં કઇંક નવીન કરવાનું વિચારવાની ટેવ પાડવા અનુરોધ કર્યો હતો.   

ચીફ પેટ્રન શ્રી અશોકભાઇ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા જણાવ્યુ કે બીજાનું જીવન શ્રેષ્ઠ કરવાનો ધ્યેય વિદ્યાર્થીઓએ રાખવો જોઈએ તો ભવિષ્યમાં તે સમાજસેવા ઊગી નીકળશે. વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં સમાજસેવા કરવી જોઈએ જેના થકી  લોકોને નવું જીવનદાન પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થશે. ફિઝીયોથેરાપી બધાનું જીવન સુખાકારી બનાવે છે જેનો આનંદ છે. તેમણે કહ્યું કે ARIP ગુજરાતની કુલ 77   ફિઝીયોથેરાપી કોલેજોમાં GSIRFમાં  4 સ્ટાર રેંકિંગ ધરાવે છે તે બદલ અભિનંદનને પાત્ર છે. સમાજ માટે આપણી સંસ્થા લાભદાયી બને તેવો અનુરોધ કર્યો હતો.