આણંદ,
આગામી તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૨૩ના ૭૪ મા પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી બોરસદ ખાતે કરવામાં આવનાર હોઇ જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવીના અધ્યેક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક મળી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવીએ ૭૪ મા પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રી્ય કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કરવામાં આવનાર કામગીરી સંબંધી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
બેઠકમાં કલેકટરશ્રીએ આણંદ જિલ્લાના બોરસદ ખાતે જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત પરામર્શ કર્યો હતો.
૭૪મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે બોરસદ ખાતે સવારના ૯-૦૦ કલાકે રાજયના આરોગ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે તેની બેઠક દરમિયાન જાણકારી આપવામાં આવી હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ સમગ્ર કાર્યક્રમ માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિત આનુષંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિતોને માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
બોરસદ ખાતે યોજાનાર ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન બોરસદ ખાતે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાની સાથે આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનાર હોઇ તેની બેઠક દરમિયાન કલેકટર શ્રી ગઢવીએ વિગતો આપી વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
બોરસદ ખાતેના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ આણંદ ખાતે નવનિર્મિત બોરસદ ચોકડી પાસેના બ્રિજનું પણ આરોગ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર હોવાની પણ જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી પ્રવિણ કુમાર, નિવાસી અધિક કલેકટર શ્રીમતી કે. વી. વ્યાસ, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિીત રહ્યા હતા.
*****