AnandToday
AnandToday
Monday, 09 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા

આણંદ જિલ્લામાં ૨૦૨૧-૨૨ માં સગર્ભા માતાઓની ૧૬૪૦૬ નિ:શુલ્ક ડીલીવરી કરવામાં આવી 


ચાલુ વર્ષે ૨૦૨૨-૨૩ માં  અત્યાર સુધીમાં ૧૨૫૧૬ ડીલીવરી થઈ ચુકી છે


આણંદ,

આણંદ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોની નિ:શુલ્ક ડીલીવરી કરવામાં આવે છે. ૨૪ x ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડીલીવરી કરવામાં આવે છે, તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવા કે સારસા, ઓડ,વાસદ, આંકલાવ, રાસ, બોરસદ, કઠાણા, ખંભાત, ઉંદેલ, તારાપુર, ધર્મજ,મહેળાવ, સોજીત્રા અને ઉમરેઠ ખાતે પણ ડીલવરી કરવામાં આવે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારસા, આંકલાવ, રાસ, ખંભાત, તારાપુર, ધર્મજ, મહેળાવ અને સોજીત્રા તેમજ સિવિલ હોસ્પિટલ આણંદ અને પેટલાદ ખાતે સીઝેરીયન સેવા અને ઉચ્ચ કક્ષાની ડીલીવરીની સેવા આપવામાં આવે છે. સગર્ભા બહેનોને મફત દવા,ભોજન અને સગવડ આપવામાં આવે છે.ગ્રામ્ય કક્ષાએથી સગર્ભા બહેનોને મફતમાં ૧૦૮ દ્વારા નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે.

આણંદ જીલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨૪ x ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ આણંદ અને પેટલાદ મળીને કુલ-૧૬૪૦૬ ડીલીવરી કરવામાં આવેલ છે, તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ ડિસેમ્બર–૨૨ સુધીમાં કુલ-૧૨૫૧૬ ડીલીવરી થઈ ચુકી છે. હજુ પણ માર્ચ–૨૩ અંતિત સુધીમાં વધારેમાં વધારે ડીલીવરી થાય તે માટે આરોગ્યતંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

આણંદ જીલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માં  સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારસામાં ૫૦૦, વાસદમાં ૪૩, આંકલાવમાં ૧૬૪, રાસમાં ૩૪૩, ખંભાતમાં ૬૨૫, તારાપુરમાં ૪૭૦, ધર્મજમાં ૧૫૮, મહેળાવમાં ૧૯૪ તેમજ સિવિલ હોસ્પિટલ આણંદમાં ૨૧૯ અને પેટલાદમાં ૨૧૫ સીઝેરીયન કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૨૨–૨૩ માં ડિસેમ્બર–૨૨ સુધીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારસામાં ૩૯૧, આંકલાવમાં ૧, રાસમાં ૮૭, ખંભાતમાં ૫૪૨, તારાપુરમાં ૧૯૦, ધર્મજમાં ૧૨૫, મહેળાવમાં ૬૪૫, સોજીત્રામાં ૫૪ તેમજ સિવિલ હોસ્પિટલ આણંદમાં ૩૩૦ અને પેટલાદમાં ૩૩૯ સીઝેરીયન કરવામાં આવેલ છે.

આણંદ જીલ્લામાં સરકારી સંસ્થા ખાતે સગર્ભામાં બહેનોની તમામ પ્રકારની સેવાઓ જેવી કે, મફત દવાઓ, સીઝેરીયન, લોહીની જરૂર પડે તો લોહીની બોટલ, ભોજન, ટ્રાન્સપોર્ટેશન મફત આપવામાં આવે છે, તેમ આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.