બોરસદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોડબ્રેક જીત હાસલ કરી છે. ત્યારબાદ રાજ્યમાં નવી સરકારના મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો છે. હવે આ દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિધાનસભામાં એક મુખ્ય દંડક અને 4 નાયબ દંડકની નિમણૂક કરાઈ છે. ભાજપના 4 નાયબ દંડકને ઝોન મુજબ મોટી જવાબદારી સોંપાઈ છે. જેમાં કૌશિકભાઈ વેકરીયાને સૌરાષ્ટ્ર, વિજયભાઈ પટેલને દક્ષિણ, રમણભાઈ સોલંકીને મધ્ય અને જગદીશભાઈ મકવાણાને ઉત્તર ઝોનની જવાબદારી સોંપાઈ છે.
ભાજપ પક્ષના 4 નાયબ દંડકને ઝોન વાઈઝ જવાબદારી સોંપવામાં આવતા જે તે ઝોનના ધારાસભ્યોની જવાબદારી ઝોનના દંડકની રહેશે. જેમાં વડોદરાના બાલકૃષ્ણ શુક્લની મુખ્ય દંડક તરીકે નિમણૂક કરાઈ છે. દંડક તરીકે નિયુક્ત ધારાસભ્યો પૈકી આ ડાંગ વિધાનસભા બેઠકના વિજયભાઈ પટેલ, આણંદ જિલ્લામાંબોરસદ વિધાનસભા બેઠકના રમણભાઈ સોલંકી, અમરેલી વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની નાયબ મુખ્ય દંડક તરીકે નિમણૂક કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના 4 નાયબ દંડકને ઝોન મુજબ જવાબદારી સોંપાયા બાદ ઝોનમાં સમાવિષ્ટ દરેક જીલ્લાના ભાજપના ધારાસભ્યોને સાંભળવા અને તેમના પ્રશ્નોનું સરકાર સમક્ષ વાત કરવી તથા ધારાસભ્યોને કોઈ મુશ્કેલી ન પડે એ માટેની વિચારણા હવે ભાજપ દ્વારા કરવામાં આવી છે. તેના કારણે વિધાનસભા પક્ષના 4 નાયબ દંડક પણ નિમવામાં આવ્યા છે.