AnandToday
AnandToday
Saturday, 07 Jan 2023 00:00 am
AnandToday

AnandToday

સાવધાન...

આણંદમાં દબાણ હટાવ અભિયાન હાથ ધરાશે, કાચા પાકા ગેરકાયદે દબાણનો કરાશે સફાયો

આણંદમાં  દબાણકર્તાઓને  દિન-૭માં સ્વયં દબાણો દૂર કરવા નગરપાલિકા દ્વારા જારી કરાયો આદેશ.

આ દબાણો સ્વયં દૂર કરવામાં નહીં આવે તો આણંદ નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે 

આણંદ 

આણંદ નગરપાલિકા, આણંદની હદ વિસ્તારમાં સમાવિષ્ટ જાહેર રોડની આજુબાજુ, ફુટપાથ ઉપર લારી-ગલ્લા, ખાણી-પીણીના સ્ટોલ, કાચાં-પાકા ઓટલા તેમજ મંજૂર/આખરી નગર રચના યોજનામાં આણંદ નગરપાલિકા, આણંદને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટો ઉપર ગેરકાયદેસર કાચા-પાકા ઝુંપડાના દબાણો ધરાવતા હોય તેઓને પોતાની રીતે સ્વયં દિન-૭(સાત)મા; દૂર કરવા આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી છાયાબા ઝાલા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી સચીન પટેલ અને ચીફ ઓફિસર શ્રી એસ. કે. ગરવાલે એક સંયુકત યાદી દ્વારા જણાવ્યું છે. 

તેઓએ વધુમાં જો સમયગાળા દરમિયાન સંબંધિતો દ્વારા સ્વયં આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવ્યા હોય તો આ સમયબાદ આણંદ નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દબાણો દૂર કરવા દરમિયાન કોઇ જાન-માલને નુકશાન થશે તો તેની જવાબદારી આણંદ નગરપાલિકાની રહેશે નહીં તેની પણ ખાસ નોંધ લેવા જણાવ્યું છે.