AnandToday
AnandToday
Wednesday, 04 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

કોમી એકતાનું  ઉત્તમ ઉદાહરણ, એક માંડવે યોજાયા નિકાહ અને લગ્ન.

સમૂહ લગ્નમાં 57 મુસ્લિમ અને 10 હિન્દૂ યુગલ લગ્નગ્રંથી જોડાયા 

ઝર્યાહ ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું

આણંદ 
વડોદરા નજીકના ઉમેટા ગામમાં ઝર્યાહ ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું.કોમી એકતાના સંદેશ સાથે યોજાયેલા સમૂહ લગ્નમાં 57 મુસ્લિમ અને 10 હિન્દૂ યુગલ લગ્નગ્રંથી જોડાયા હતા.

વડોદરા નજીકના ઉમેટા ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. ઝર્યાહ ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 67 યુગલોએ પ્રભુતામાં પગલા પડ્યા હતા. જેમાં 57 મુસ્લિમ અને 10 હિન્દૂ હતા.કોમી એકતાના સંદેશ સાથે લગ્ન થયા હતા.ઝર્યાહ ફાઉન્ડેશન એક એવી એનજીઓ છે જે પોતાના જીવનના દરેક ક્ષેત્રના લોકોને તેમની જાતિ, સંપ્રદાય, ધર્મ અથવા કોઈપણ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સેવા કરવા માટેનું એક માધ્યમ હોવાનું માને છે.

લગ્ન સમારોહમાં 67 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

ઝર્યાહ ફાઉન્ડેશનના સ્થાપક અલ્લારખા વોહરા, ફારૂક વ્હોરા અને સઈદ વોહરાના નેતૃત્વ હેઠળની એનજીઓએ નિકાહ અને લગ્ન સમારોહમાં 67 યુગલો (57 મુસ્લિમ અને 10 હિન્દુ)ને વચનોનું આદાન-પ્રદાન કરાવ્યું હતું. ઝર્યાહ ફાઉન્ડેશનના સ્થાપક અલ્લારખા વોહરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,ઝર્યાહ તેના નામ પ્રમાણે જ સારૂં કરવા અને સમાજને પરત આપવાનું માધ્યમ છે.

અમને ખુશી છે કે, અમે આટલી બધી દીકરીઓને મદદ કરી શક્યા અને તેમના યાદગાર લગ્ન કરાવી શક્યા. આ તમામનું આગળનું જીવન સુખમય રહે તેવી અમે આશા ધરાવીએ છીએ. અમે સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપીએ છીએ અને સંયુક્ત સમાજ તરફ એક પગલું ભરીએ છીએ.

ફાઉન્ડેશને અનેક મંદિરો અને મસ્જિદો બનાવી

ઝર્યાહ ફાઉન્ડેશન શિક્ષણ, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસને લગતા ઉદ્દેશ્ય માટે પાયાના સ્તરે ઘણા વર્ષોથી કામ કરે છે અને દૂરસ્થ વિસ્તારોમાં શાળાઓ અને આરોગ્ય સંભાળ સુવિધાઓની પ્રસ્થાપિત કરવામાં પોતાનો સહયોગ વિસ્તાર્યો છે.ફાઉન્ડેશને અનેક મંદિરો અને મસ્જિદો પણ બનાવી છે તથા આજરોજ જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એવી દીકરીઓના લગ્ન કરાવી આપ્યા છે.

15 જોડી કપડાં, પલંગ, બેડ સહિતની વસ્તુ કરિયાવરમાં આપી

આ ત્રીજો સમૂહ લગ્ન હતો. દીકરીઓને કરિયાવરમાં મનપસંદ ચોલી, ચાંદીના પાયલ, 15 જોડી કપડાં, પલંગ, બેડ, તિજોરી, ખુરશી, વાસણો સહિત અનેક વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.અને ખાસ વાત તો એ છે કે દીકરીના લગ્ન થઈ ગયા પછી પણ જો ભણવાની કે કામ કરવાની ઈચ્છા હશે તો તેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. તદુપરાંત લગ્ન બાદ તરત જ લગ્ન નોંધણી પત્રક પણ લેમીનેટ કરીને આપી દેવામાં આવ્યું હતું.