AnandToday
AnandToday
Monday, 02 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

 

આજના દિવસની વિશેષતા

આજે તા. ૦૩ જાન્યુઆરી ૨૦૨૩

Today : 3 January 2023

તારીખ તવારીખ

સંકલન : વિજય ઠક્કર (આણંદ)


વર્લ્ડ કપ સ્પર્ધા (1987)માં હેટ્રિક વિકેટ લેનાર વિશ્ચના પ્રથમ, ભારતના ક્રિકેટ ખેલાડી (ઓલ રાઉન્ડર) ચેતન શર્માનો જન્મ (1966)

વનડેમાં ભારત તરફથી પ્રથમ હેટ્રિક લેવાનો રેકોર્ડ ચેતન શર્માના નામે છે. તેણે આ કારનામો 1987માં નાગપુરમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ દરમિયાન કર્યો હતો. તેની હેટ્રિક દરમિયાન, તેણે કેન રધરફોર્ડ, ઇયાન સ્મિથ અને ઇવેન ચેટફિલ્ડને આઉટ કર્યા હતા. 

* અમરાવતીથી લોકસભાના સાંસદ અને તેલુગુ ફિલ્મોના અભિનેત્રી નવનીત કૌરનો મુંબઈમાં જન્મ (1986)

* ભારતમાં પહેલી પેઢીનાં નારીવાદી કર્મશીલ, મરાઠીનાં આદ્ય કવયિત્રી અને દેશનાં પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેનો મહારાષ્ટ્રનાં નયગાવમાં જન્મ (1831)

* ઈન્ડિયન આર્મીના પૂર્વ અધિકારી અને 
પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંત સિંહનો રાજસ્થાન રાજ્યમાં જન્મ (1938)

* યુવા પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગનો સ્વીડનમાં જન્મ (2003)
વર્ષ 2019માં ટાઈમ પર્સન ઓફ ધ યર જાહેર કરાયા હતા અને સતત બે વર્ષ 2019 અને 2020ના નોબલ પુરસ્કાર માટે નામાંકન મેળવ્યું છે 

* ભારતના ક્રિકેટ ખેલાડી મોહંમદ અઝહરુદીન એ પોતાના ટેસ્ટ પ્રવેશ સાથે સેન્ચુરી ફટકારી દીધી (1985)

* ‘પદ્મભૂષણ’થી સન્માનિત ભારતનાં રોકેટ વિજ્ઞાની અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એરોસ્પેસ એન્જિનિયરની વિદ્યાશાખાનાં પ્રણેતા સતીષ ધવનનું અવસાન (2002)

* ફોર્મ્યુલા વન રેસનાં બેતાજ બાદશાહ ગણાતા માઈકલ શુમાકરનો જર્મનીનાં હર્થ ખાતે જન્મ (1969)

* પદ્મશ્રી અને ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત ભારતનાં પ્રખ્યાત વાયોલિનવાદક એમ.એસ. ગોપાલકૃષ્ણનનું અવસાન (2013)

* હોલીવુડના અભિનેતા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક મેલ ગિબસનનો અમેરીકામાં જન્મ (1956)

* બોલીવુડ અને ટીવીના અભિનેત્રી ગુલ પનાગ (1972)નો જન્મ

* પંજાબી ગાયક, સંગીતકાર, અને અભિનેતા રાજ બ્રારનો જન્મ (1972)

* બોલીવુડ અને ટીવીના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા સંજય ખાન (અબ્બાસ અલી ખાન)નો બેંગલોર ખાતે જન્મ (1948)

* તેલુગુ ફિલ્મોના અભિનેત્રી પુષ્પવલ્લિનો જન્મ (1926)

* બોલીવુડના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા ચેતન આનંદનો જન્મ (1921)

* કુશળ પત્રકાર, કવિ, વાર્તાકાર, આઝાદીનાં લડવૈયા અને લોકપ્રિય ગીતકાર વેણીભાઇ જમનાદાસ પુરોહિતનુ અવસાન (1980) 

* ભારતના ક્રિકેટ ખેલાડી ન્યાલચંદ શાહનું જુનાગઢ ખાતે અવસાન (1977)
તે એક ટેસ્ટ અને 57 ફસ્ટ કલાસ મેચ રમ્યા હતા 

* યુએઈની ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય વનડે મેચ (1) રમનાર નિલ ફર્નાન્ડિઝનો મુંબઈમાં જન્મ (1977)