AnandToday
AnandToday
Saturday, 31 Dec 2022 00:00 am
AnandToday

AnandToday

સાવધાન! ચીનમાં તબાહી મચાવનાર કોરોનાની આણંદ જિલ્લામાં એન્ટ્રી, ખંભાતમાં પહેલો કેસ નોંધાયો

ખંભાતની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ત્રણ માસ પહેલા અમેરિકાથી આવ્યા હતા

આણંદ

ફરી એકવાર  વિશ્વના કેટલાક દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ચીનમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7 ના કેસ નોંધાયા બાદ ભારતમાં તેના કેસ નોંધાવવાનું શરૂ થઈ ગયું છે. આણંદ જિલ્લામાં પણ ફરી એક વખત કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે

આણંદ જિલ્લામાં શનિવારના રોજ કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ખંભાતના એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ વ્યક્તિ 67 વર્ષની એક મહિલા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે વધુમાં આ મહિલા ત્રણ મહિના પહેલા અમેરિકાથી આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે..    

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૩૧મી ડિસેમ્બર  ૨૦૨૨ સુધીમાં ૧૦૧૩૧૫૬ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૯૯૭૧૨૪ વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૦૩૧ જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૫૯૭૫ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થયા છે 
આણંદ જિલ્લામાં ૩૧મી ડિસેમ્બર ૨૨ ના રોજ કોરોનાનો એક પોઝિટિવ કેસ ખંભાતમાં નોંધાતા હાલ આણંદ જિલ્લામાં  ૦૧ જ સક્રિય કેસ નોંધાવા પામ્યો છે. હાલ દર્દી ની હાલત સ્થિર છે. આ દર્દી  હોમ આઈસોલેશન થયેલ છે આજે જિલ્લામાં 196 આર ટી પીસીઆર ટેસ્ટ અને 40 એન્ટીજન ટેસ્ટ થયા છે.આજે આણંદ જિલ્લામાં કોરોનાના વધુ એક  રિપોર્ટ પોઝિટિવ આવતા  તંત્ર હરકતમાં આવી ગયું છે.