AnandToday
AnandToday
Monday, 26 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

શીલીની સિધ્ધનાથ વિદ્યાલયની મડાગાંઢ ઉકેલવાના પ્રયાસ શરૂ 

ક્મીટીની રચના કરવામાં આવી એક માસમાં રિપોર્ટ મૂકવામાં આવશે 

શાળા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી 

તસવીર - નિમેશ ગૌસ્વામી

ઉમરેઠ 
આણંદ જિલ્લાના શીલી ગામમાં ગઇકાલે સિધ્ધનાથ વિદ્યાલયમાં વાલીઓ તેમજ કેટલાક ગ્રામજનોએ આચાર્યનાં શાળાની શિક્ષિકા સાથે કથિત પ્રેમપ્રકરણ હોવાના ગંભીર આક્ષેપો કરી હોબાળો મચાવી શાળા બંધ કરાવી દીધી હતી અને  આચાર્યને સસ્પેન્ડ કરવાને માંગ કરી શાળાને તાળાં મારી દેતા સમગ્ર જિલ્લાભરમાં આ બનાવના પ્રત્યાઘાતો પડ્યા હતા,

જેનો ઉકેલ લાવવા આજે શાળામાં ગામના આગેવાનો,વાલીઓ,શીલી કેળવણી મંડળ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ,સદગુરુ મંદિરના ગાદીપતી શરદરાય મહારાજ, તેમજ  જિલ્લા શિક્ષણ વિભાગના તપાસકર્તાઓ ની હાજરીમાં એક કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં એક માસમાં શાળાના આચાર્ય વિરુધ્ધના આક્ષેપો અને પ્રતીઆક્ષેપો ની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે રિપોર્ટના તથ્યોના આધારે લેવાયેલ નિર્ણય સર્વેને મંજૂર રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસના બગડે તે માટે શાળા શરૂ કરવામાં આવી હતી