બોલીવુડની ફિલ્મોનાં સફળ અને લોકપ્રિય અભિનેતા, નિર્માતા, ટીવી પર્સનાલિટી સલમાન ખાન નું પુરૂનામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ડિસેમ્બર ૨૭, ૧૯૬૫ નાં રોજ થયો હતો. તેમની કારકિર્દીની શરુઆત ૧૯૮૮માં બીવી હો તો ઐસી નામનાં હિંદી ચલચિત્રથી થઈ હતી. તેઓને જીવનની સૌ પ્રથમ સફળતા મૈને પ્યાર કીયા ચિત્રપટથી મળી હતી. તેમણે ૮૦ કરતા વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
સલમાન ખાનનું 2 વખત નેશનલ એવોર્ડ અને 2 ફિલ્મફેર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે
* દુધનું પેશ્ચૂરાઇઝેશન, હડકવાની રસીની શોધ કરનાર અને માઇક્રોબાયોલોજીના પિતામહ વિજ્ઞાની લૂઇ પાશ્ચરનો ફ્રાન્સનાં ડોલ શહેરમાં જન્મ (1822)
* વિશ્વભરનાં હિન્દુસ્તાની ડાયસ્પોરામાં પણ લોકપ્રિય ઉર્દુ-પર્શિયનનાં મહાનતમ અને લોકપ્રિય કવિ મિર્ઝા ગાલિબ (મુળનામ મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન)નો આગ્રામાં જન્મ (1797)
* સૌથી વધુ સાન્તા ક્લોઝ બનીને ભેગા થવાનો વિશ્ચ કિર્તિમાન ગિનેસ વર્લ્ડ રેકોર્ડ 18112 લોકો સાથે કેરાલાના થ્રિસર ખાતે રચાયો (2014)
* એફિલ ટાવર બનાવનાર એન્જિનિયર અને આર્કિટેક્ટ એલેક્ઝાન્ડ્રે ગુસ્તાવ એફિલનું પેરિસમાં અવસાન (1923)
* મૂળ ગામ બોરસદ તાલુકાના નાપા ગામના વતની કવિ પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું અવસાન (1985)
* બોલીવુડની ફિલ્મો અને ટીવી સિરિયલ અભિનેતા વિજય અરોરાનો અમૃતસર ખાતે જન્મ (1944)
* હિન્દી ટીવી સિરિયલ ઉપરાંત તેલુગુ અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી પ્રાચી બોરાનો આસામ રાજયમાં જન્મ (1985)
* પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે બે વખત(1988 અને 1993માં) હોદ્દો સંભાળનાર બેનઝીર ભુટ્ટોની રાવલપીંડીમાં હત્યા થઈ (2007)
તે મુસ્લિમ બહુમતી ધરાવતા કોઈ પણ લોકશાહી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા
* પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં માત્ર એક વન ડે મેચ રમનાર ભારતના ક્રિકેટ ખેલાડી નીતિશ રાણાનો દિલ્હી ખાતે જન્મ (1993)
* ઝારખંડ રાજ્યનાં ધનબાદ ખાતે (ચાસ્નાલ્લા કોલિઅરી) કોલસાની ખાણમાં થયેલાં વિસ્ફોટમાં આશરે 375 વ્યક્તિઓ અવસાન પામ્યાં (1975)