AnandToday
AnandToday
Sunday, 25 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

શીલી ગામમાં  આચાર્ય અને શિક્ષિકાના પ્રેમપ્રકરણને લઇ હોબાળો મચ્યો.

ગ્રામજનોએ શાળાને તાળાંબંધી કર્યા બાદ આચાર્યને સસ્પેન્ડ કરવાની કરી માંગ

ગ્રામજનો અને વાલીઓના આક્ષેપોને આચાર્યએ નકારી કાઢ્યા

(તસવીર અહેવાલ- નિમેશ ગૌસ્વામી)

ઉમરેઠ 

તાલુકા મથક ઉમરેઠના શીલી ગામમાં આવેલ શાળાનો આજે વાલીઓ અને ગ્રામજનોએ ઘેરાવો કરીને આચાર્યને સસ્પેન્ડ કરવાની  માંગ સાથે શાળાની તાળાંબંધી કરી દેતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો,ગ્રામજનોએ આચાર્યનાં શાળાની જ એક શિક્ષીકા સાથે પ્રેમપ્રકરણ હોવાના આક્ષેપો કર્યા હતા જ્યારે આચાર્યર્એ સદર આક્ષેપોને નકારી કાઢ્યા હતા, તો આ મામલે ખંભોળજ પોલીસે શાળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મળતી માહિતી મુજબ શીલી ગામમાં શીલી કેળવણી મંડળ ટ્રસ્ટની સિધ્ધનાથ વિદ્યાલય  શરૂ થવાના સમયે શાળામાં ભણતા કેટલાક  વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનોએ શાળાને ઘેરાબંધી કરી હતી. બાદમાં તમામ લોકોએ આચાર્યને દૂર કરોના બેનરો સાથે હલ્લાબોલ કર્યો હતો, અને જ્યાં સુધી આચાર્યને હટાવવામાં નહી આવે ત્યાં સુધી શાળાએ બાળકોને નહી મોક્લવાની ચીમકી ઉચ્ચારી હતી, આ બાબતે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે ઉપરોક્ત શાળાના આચાર્ય વિનુભાઇ ઠાકોર સામે શાળાની જ એક શિક્ષિકા સાથે આડા સબંધો હોવાના સ્થળ ઉપર ઉપસ્થિત  વાલીઓ અને ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા હતા, જોકે આ અંગે વિનુભાઈનો સંપર્ક કરતાં તેઓએ આક્ષેપોને નકારી કાઢી પોતાને બદનામ કરવા માટે સાજીસ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું, જોકે કથિત પ્રેમ પ્રકરણ મામલાની નાયિકા  શિક્ષિકાના પતીએ જાહેરમાં આવી શંકા કરતાં પ્રેમપ્રકરણના આક્ષેપોમાં કોણ સાચું અને કોણ જુઠ્ઠું તે તપાસનો વિષય બન્યો છે .તો આ મામલે મળતી વધુ માહિતી મુજબ આક્ષેપ કરનાર અને આક્ષેપ નકારનાર બન્ને પક્ષોએ ખંભોળજ પોલીસ માથે ફરિયાદ નોધાવી છે ,બીજી તરફ ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે શાળામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

 મને ખોટો બદનામ કરવામાં આવી રહ્યો છે -આચાર્યા વિનુભાઇ ઠાકોર 

શીલી ગામની સિધ્ધનાથ વિદ્યાલયના આચાર્ય વિનુભાઈ એ પોતાની સામે કરવામાં આવેલા પ્રેમપ્રકરણ ના આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા હતા અને સંસ્થા સુવર્ણ મહોત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યું હોય શાળામાં રંગરોગાન નું કામ ચાલી રહ્યું છે જેનો કેટલાક હિતશત્રુઓ વિરોધ કરી રહ્યા છે, ટ્રસ્ટી મંડળ મારી સાથે છે ત્યારે મને બદનામ કરી શાળામાથી હટાવવા માટે કાવતરું રચવામાં આવ્યાનો  બચાવ કર્યો હતો