તા. 25 ડિસેમ્બરનાં રોજ નાતાલ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. નાતાલ એટલે કે અંગ્રેજી ભાષામાં ક્રિસમસ. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તનાં જન્મદિનનાં સ્મરણાર્થે કરવામાં આવે છે.
ખ્રિસ્તીઓની એવી માન્યતા છે કે મસિહા (યહૂદી લોકોના ભાવિ તારણહાર ઈશુ) એ આ દિવસે નવા કરારની ભવિષ્યવાણીમાં જણાવ્યાં મુજબ મેરીની કૂખે જન્મ લીધો હતો
ઈસુ ખ્રિસ્તે દુનિયામાં પ્રેમ, કરુણા, માનવતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવ્યો હતો
ક્રિસમસ ભગવાનના પુત્ર ઈસુ ખ્રિસ્તના જન્મને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં, ક્રિસમસ ટ્રી ઈસુ ખ્રિસ્તના જન્મ અને પુનરુત્થાનનું પ્રતીક છે. વૃક્ષની ડાળીઓ અને ઝાડીઓને અમરત્વના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ક્રિસમસ ટ્રીને શાશ્વત જીવનનું પ્રતીક માનવામાં આવે છે. ક્રિસમસ ટ્રી; યુગોથી શિયાળાની ઋતુના નિસ્તેજ અને નિરાશાજનક હવામાનમાં પ્રસન્નતા, સકારાત્મકતા અને આશાવાદની ભાવના લાવે છે ! મુશ્કેલ હવામાન પરિસ્થિતિઓ છતાં હાર ન માનવા અને લીલા રહેવાની ભાવના ક્રિસમસ ટ્રી લાવે છે ! ક્રિસમસ ટ્રી એટલે સ્વર્ગનું વૃક્ષ !
વિશ્વના 160 જેટલા દેશોમાં આ તહેવાર ઊજવાય છે
માન્યતાઓ અનુસાર, આ શબ્દ 16મી સદીમાં અસ્તિત્વમાં આવ્યો જ્યારે અંગ્રેજી ભાષાનો પ્રારંભ થયો. તે પછી, આ શબ્દ 18મી અને 19મી સદીમાં ખૂબ જ પ્રખ્યાત થયો, ત્યારબાદ દરેક જગ્યાએ લોકો હેપ્પીના બદલે મેરી ક્રિસમસ બોલવા લાગ્યા.
અહેવાલો અનુસાર, પ્રખ્યાત સાહિત્યકાર ચાર્લ્સ ડિંકસે મેરી શબ્દની શરૂઆત કરી હતી.તેણે પોતાના પુસ્તક અ ક્રિસમસ કેરોલમાં મેરી શબ્દનો ઉપયોગ કર્યો હતો, ત્યાર બાદ બધાએ હેપ્પીના બદલે મેરી ક્રિસમસ બોલવાનું શરૂ કર્યું હતું.આ પછી, દરેક વ્યક્તિ મેરી ક્રિસમસ કહીને એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવે છે.
* ભારતીય રાજનીતિના કુશળ વક્તા, વિશ્વવિખ્યાત કૂટનીતિજ્ઞ, ભારતરત્ન અને ‘સર્વશ્રેષ્ઠ સંસદસભ્ય’ પુરસ્કારથી સન્માનિત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ (1924)
લોકસભામાં ૯ વખત અને ૨ વખત રાજ્યસભા માટે ચૂંટાયેલા દેશની રાજનીતિના યુગપુરુષ એ ભારતનાં વિદેશ પ્રધાન અને વિપક્ષનાં નેતા તરીકે સેવા આપી છે
* વિશ્ચ વિખ્યાત હાસ્ય કલાકાર અને ફિલ્મ મેકર સર ચાર્લી ચૅપ્લિનનું સ્વિઝરલેન્ડમાં અવસાન (1977)
વિશ્ચના ફિલ્મ ઉદ્યોગમાં મહત્વના કેટલાક કલાકારોમાં તેમનું નામ ટોચના વ્યક્તિઓમાં મુકવામાં આવે છે
સાઈલન્ટ ફિલ્મોથી શરૂ કરી પોતાના જીવનમાં લગભગ 75 વર્ષ ફિલ્મોમાં સક્રિય રહ્યા
* શિક્ષણવિદ્દ, પ્રખર પત્રકાર અને સ્વતંત્રતાસેનાની પંડિત મદનમોહન માલવિયાનો ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ (અલ્હાબાદ) શહેરમાં જન્મ (1861)
* ‘રાજાજી’નાં હુલામણા નામે જાણીતાં ભારતનાં સ્વતંત્રતાસેનાની, રાજપુરુષ, લેખક, વકીલ અને ‘ભારત રત્ન’થી સન્માનિત સી. રાજગોપાલાચારીનું અવસાન (1972)
* યોગગુરૂ અને બિઝનેસમેન સ્વામી રામદેવ (બાબા રામદેવ)નો હરિયાણાના મહેન્દ્રગઢ ખાતે જન્મ (1965)
* ગુજરાતી સાહિત્યમાં અને ગઝલોની દુનિયામાં ધ્રુવ સમ ઝળકતું નામ અને તળપદા ગુજરાતી શબ્દો લઇને આવનાર અને મુશાયરા ગજવનાર ગુજરાતી ગઝલકારોમાં શિરમોર એવા શાયર 'ઘાયલ' (અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ) નું અવસાન (2002)
* પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત બોલીવુડના સંગીતકાર નૌશાદનો લખનૌ ખાતે જન્મ (1919)
* કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનો મહારાષ્ટ્રના સાંગલી ખાતે જન્મ (1959)
* રોમન મેગ્સેસે એવોર્ડ, પદ્મભૂષણ પદ્મ વિભૂષણ, યુનેસ્કો પુરસ્કાર, સંગીત નાટક અકાદમી પુરસ્કાર સહિત અનેક સન્માન પ્રાપ્ત કરનાર વિદ્વાન ઇતિહાસકાર અને સાંસદ કપીલા વાત્સયાયનનો દિલ્હી ખાતે જન્મ (1928)
* સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રીથી સન્માનિત કવિ ધર્મવીર ભારતીનો પ્રયાગરાજ (અલ્હાબાદ) શહેરમાં જન્મ (1926)
* ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી એલિસ્ટર કૂકનો જન્મ (1984)
પોતાની આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 161 ટેસ્ટ અને 92 વન ડે મેચ રમવાનો અનુભવ ધરાવે છે
* બોલીવુડ ફિલ્મોના અભિનેત્રી નગમા (1974), અભિનેતા જેકી ભગનાની (1984), નિર્માતા - દિગ્દર્શક ઇસ્માઇલ મર્ચન્ટ (1936), દિગ્દર્શક મણી કૌલ (1944), ટીવી કલાકાર જય ભાનુશાળી (1984), જય સોની (1986), સ્ટેન્ડ અપ કોમેડીયન રાજુ શ્રીવાસ્તવ (1963)નો જન્મ
* ક્લાસિકલ ગાયક પંડિત અજય ચક્રવર્તીનો કોલકત્તા ખાતે જન્મ (1952)
* પાકિસ્તાના પહેલા ગવર્નર મોહમ્મદ અલી ઝીણાનો કરાચી ખાતે જન્મ (1876)
* પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો લાહોર ખાતે જન્મ (1949)
* બાંગ્લાદેશના ક્રિકેટ ખેલાડી તપસકુમાર બૈસ્યનો જન્મ (1982)
પોતાની આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 21 ટેસ્ટ અને 56 વન ડે મેચ રમવાનો અનુભવ ધરાવે છે
* ભારતની ટી20 ક્રિકેટ ટીમ અને કોલકત્તા નાઈટ રાઇડર્સના ખેલાડી વેંકટેશ ઐયરનો મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે જન્મ (1994)
* બોલીવુડ ફિલ્મોના અભિનેત્રી બેગમ પારાનો જન્મ (1926)
* અમિતાભ બચ્ચન, પરવીન બાબી, આશા પારેખ, પ્રાણ, અમઝદ ખાન, કાદર ખાન, કે.એન. સિંઘ, બોબ ક્રિસ્ટો, રઝા મુરાદ અને જગદીપ અભિનિત ફિલ્મ 'કાલિયા' રિલીઝ થઈ (1981)
ડિરેક્શન : ટીનુ આનંદ
સંગીત આર.ડી. બર્મન
'કાલિયા' નો એક ડાયલોગ 'હમ જહાં ખડે હો જાતે હૈ, લાઈન વહી સે શુરુ હોતી હૈ' - અમિતાભની કારકિર્દીના સૌથી લોકપ્રિય ડાયલોગોમાં સમાવેશ પામે છે અને 'કાલિયા'ના ડાયલોગ્સની અલગથી સેપરેટ એલપી રેકોર્ડ બહાર પાડવામાં આવી હતી
'કાલિયા' અમિતાભની પહેલી અને એકમાત્ર ફિલ્મ છે, જેમાં હીરોઈનની એન્ટ્રી ફિલ્મનો 1 કલાક પૂરો થઈ ગયા બાદ પડે છે
'જહાં તેરી યે નજર હૈ' નું શૂટિંગ નાણાંકીય તંગી અને સમય સાચવવાના કારણે 'નમક હલાલ' ના સેટ ઉપર કરાયું હતું
'કાલિયા' ઉપરથી કન્નડમાં 1984માં 'હુલિયાદા કલા' અને 1987માં તામિલમાં 'કુલીકેકરન' નામની ફિલ્મ બની છે
* અજય દેવગણ, નાગાર્જુન, પૂજા ભટ્ટ, સોનાલી બેન્દ્રે, આશુતોષ રાણા, સૌરભ શુકલા અને મા. કુણાલ ખેમુ (બાળ કલાકાર તરીકે અંતિમ) અભિનિત ફિલ્મ 'ઝખ્મ' રિલીઝ થઈ (1998)
સંગીત : એમ.એમ. કરીમ
'ઝખ્મ' ડિરેક્ટર મહેશ ભટ્ટના તેમની માતા સાથેના સંબંધો ઉપર આધારિત ફિલ્મ છે અને ડિરેક્ટર તરીકે મહેશ ભટ્ટની આ અંતિમ ફિલ્મ છે
'ઝખ્મ' માટે અજય દેવગણને તેની કારકિર્દીનો સૌપ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો