AnandToday
AnandToday
Thursday, 22 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

નડિયાદ સહીત ચરોતરમાં ખ્રિસ્તી સમુદાય, કેરલ સિંગિંગ દ્વારા ઇસુ જન્મના વધામણા

25 મી ડિસેમ્બર ઈશુ ખ્રિસ્ત ના જન્મની પ્રાર્થના તેમજ પરસ્પર મેરી ક્રિસમસ ની શુભેચ્છાઓ દ્વારા ઉજવણી થશે

આણંદ

 નડિયાદ સહીત ચરોતરમાં કેરલ સિંગિંગ દ્વારા ઇસુ જન્મના વધામણા કરવામાં આવી રહ્યા છે.ધર્મગુરુઓ તેમજ સ્થાનિક ખ્રિસ્તી સમાજના અબાલ વૃદ્ધ સહુ સાંજ પડતા જ પોતા પોતાના ગામ વિસ્તાર માં ખ્રિસ્તી પરિવારોના ઘરે સંગીતના સાધનો સાથે શાંતા ક્લોઝ ને લઇ ઇસુ જન્મ વધામણીના ગીતો ગાય છે.તેમજપરસ્પર જન્મની શુભેચ્છાઓ પાઠવે છે.

25 મી ડિસેમ્બર ઈશુ ખ્રિસ્ત ના જન્મની પ્રાર્થના તેમજ પરસ્પર મેરી ક્રિસમસ ની શુભેચ્છાઓ દ્વારા ઉજવણી થશે. આ તહેવારમાં ઈશુ જન્મની પરસ્પર શુભેચ્છા પાઠવવામાં આવે છે.નાતાલ પૂર્વે ઠેર ઠેર સાંજના સમયે ખ્રીસ્તિયન સમુદાય વિવિધ કાર્યક્રમો તેમજ ગીતો ગાઈ એડવાંસમાં નાતાલની સુભેચ્છા પાઠવે છે.જેમાં ચોકલેટ અને ગીફ્ટ વહેંચતા શાંતા આકર્ષણ નું કેન્દ્ર બને છે.

ચરોતરમાં ખ્રિસ્તી પરિવારોની વિશેષ સંખ્યા હોઈ ચર્ચો અને મકાનોને ડેકોરેટર કરાયાં છે.’

આ અંગે ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ, મિશન રોડના ધર્મગુરુ ફાધર કે. એન્ટોનીએ જણાવ્યું હતું કે 'ક્રિસમસ દરેકના જીવનમાં આનંદ લાવે, તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને વધારવા નાતાલ પૂર્વે ઘેર-ઘેર ફરી નાતાલના ગીતા 'કેરલ સિગિંગ’ ગાવામાં આવે છે જેમાં અબાલવૃદ્ધ સહુ જોડાઈ છે.વિશ્વ ભરમાં કેરલ ગીતો દ્વારા પરસ્પર નાતાલ આગમનની જાણ કરી શુભેચ્છા પાઠવવામા આવે છે.

૨૦૦૦ વર્ષ પહેલા બેથલેહેમ શહેરના દાઉદ નગરના નાઝરેથ ગામમાં બાળ ઈસુનો જન્‍મ સાધારણ ગભાણમાં થયો હતો. આ દિવસે કડકડતી ઠંડી હતી. માતા મરીયમ અને પિતા યુસુફ ઈસુ ખ્રિસ્‍તના જન્‍મ સમયે પ્રસુતિ માટે નગરમાં ભટકતા હતા. પરંતુ તેઓને નગરમાં કયાંય જગ્‍યા ન મળી અને તેમાં તેઓએ ગભાણમાં આસરો લીધો અને ત્‍યાં બાળ ઈસુનો જન્‍મ થયો.એટ્લે પ્રતીકરૂપે દરેક ખ્રિસ્તી પરિવાર ઘર બહાર તેમજ ચર્ચમાં ગમાણ બનાવે છે.