દર વર્ષે આજનો દિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘે 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈમાં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજની 125મી જન્મ જયંતિના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતા વર્ષ 2012 ને રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજના જન્મ દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કર્યો હતો.
અંકગણિતમાં અપ્રતિમ પ્રતિભા દર્શાવી 3900 જેટલા ગણિતનાં સૂત્રો લખનાર, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર મહાનુભાવ શ્રીનિવાસ રામાનુજનનો તામિલનાડુ રાજ્યમાં આવેલ ઈરોડ નામનાં ગામમાં જન્મ (1887)
* ભારતના આંતરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી (બોલર) દિલીપ રસિકલાલ દોશીનો રાજકોટમાં જન્મ (1947)
તેઓ પોતાની કેરિયરમાં 33 ટેસ્ટ અને 15 વનડે તથા 238 ફસ્ટ કલાસ મેચ રમ્યા છે
* કેન્યાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી (42 વન ડે) તન્મય મિશ્રાનો મુંબઈમાં જન્મ (1986)
* શ્રી પવિત્ર માતા તરીકે ઓળખાતા શ્રી રામકૃષ્ણ પરમહંસનાં ધર્મપત્ની, આધ્યાત્મિક જીવનસાથી, સારદા માંનો પશ્ચિમ બંગાળનાં ગામ જયરામબાતીમાં જન્મ (1853)
* પાકિસ્તાના પૂર્વ ક્રિકેટ ખેલાડી (20 ટેસ્ટ) વજીર મોહમ્મદનો જુનાગઢમાં જન્મ (1929)
* ગુજરાતી ‘રસકવિ’, ગીતકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ થયેલાં રઘુનાથ બ્રહ્મભટ્ટનો નડિયાદમાં જન્મ (1892)
* ગુજરાતીમાં વ્યાયામ પ્રવૃત્તિઓનાં પ્રણેતા પુરુષાર્થી છોટુભાઈ પુરાણીનું અવસાન (1950)
તેમણે ‘માનવ શરીર-વિકાસ’, ‘મૉન્ટેસોરી શિક્ષણપદ્ધતિ’, ‘વનસ્પતિશાસ્ત્ર’, ‘ગુજરાતી વાંચનમાળા’, ‘ગુજરાતમાં વ્યાયામપ્રચાર’, ‘હિંદનો પ્રાચીન ઇતિહાસ’, ‘પ્રાકૃતિક ભૂગોળ’ જેવાં પુસ્તકો લખ્યાં