AnandToday
AnandToday
Monday, 19 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

આજે તા. ૨૦ ડિસેમ્બર

Today- 20 December

તારીખ તવારીખ

સંકલન : વિજય ઠક્કર (આણંદ)

આજે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ 

વિશ્વભરમાં દર વર્ષ તા. 20મી ડિસેમ્બરે “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં તો “વસુદેવ કુટુમ્બકમ્” ની ભાવના પ્રાચીનકાળથી જ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વર્ષ-2005માં પ્રતિ વર્ષ “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” ઉજવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. વિવિધતામાં એકતાના દર્શન, વિવિધ દેશો વચ્ચે થયેલી સમજૂતિઓ તથા સામૂહિક કરારોની સમીક્ષા, વિશ્વના દેશોમાં પબ્લિક ટુ પબ્લિક કોન્ટેક્ટ વધે અને ગ્લોબલ ઓલિડારિટિ એટલે કે વૈશ્વિક એકતાની ભાવના ઊભી થાય તે ઉપરાંત અવિરત વિકાસ, ગરીબી નાબુદી અને બીમારીઓ સામેની લડતમાં વૈશ્વિક એકતા ઉભી થાય તેવા ઉદેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

* કોંગ્રેસના આગેવાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મોતીલાલ વોરાનો રાજસ્થાનમાં જન્મ (1928)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના મહિલા આગેવાન જયવંતીબેન મહેતાનો મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે જન્મ (1938)
* મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 1190 પોઈન્ટના ઘટાડા સાથે 55822 ઉપર બંધ રહ્યો (2021)

* ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’ અને ઈ.સ.1984માં ‘પદ્મશ્રી’થી સન્માનિત ગુજરાતી રંગભૂમિનાં ઉચ્ચ દરજ્જાનાં કલાકાર શાંતા કાલિદાસ ગાંધીનો મહારાષ્ટ્રનાં નાસિકમાં જન્મ (1917)
તેમનાં રઝીયા સુલતાન અને સમકાલીન નાટકોમાં સીમાચિન્હરૂપ જસમા ઓડણ નાટકો વિશેષ પસિદ્ધિ પામ્યાં હતાં
શાંતાબેન ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન (આઈપીટીએ)નાં સ્થાપક સભ્ય હતાં અને ઈ.સ.1981માં ‘અવેહી’ નામની સંસ્થા પણ ઉભી કરી હતી

* જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય, રાજકોટ ડિસ્ટ્રીકટ કો ઓપ બેન્ક લિ.ના ચેરમેન, ઈફકો- ન્યુ દિલ્હીના ડિરેક્ટર જયેશભાઇ રાદડિયાનો જામકંડોરણા ખાતે જન્મ (1970)
* રાજુલા (અમરેલી) વિધાનસભા-2017 વિસ્તારના ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન અંબરીશભાઈ ડેરનો જન્મ (1977)
* ‘પુલિત્ઝર’ અને ઈ.સ.1962માં સાહિત્યનાં નોબેલ પુરસ્કારથી સન્માનિત અમેરિકન લેખક જ્હોન અર્ન્સ્ટ સ્ટેનબેક જુનિયરનું અમેરિકામાં અવસાન (1968) 
* બોલીવુડ અભિનેતા અને નિર્માતા સોહેલ ખાનનો મુંબઈમાં જન્મ (1970)
* બોલીવુડ અને તેલુગુ ફિલ્મ અભિનેત્રી મિસ્ટી (મુળનામ ઈન્દ્રણી ચક્રવર્તી)નો કોલકાતામાં જન્મ (1987)
* ટીવી અને ફિલ્મ અભિનેતા હર્ષ છાયાનો ભાવનગરમાં જન્મ (1970)
* ભારતમાં સફળ ટીવી અને ફિલ્મ અભિનેત્રી સંજીદા શેખનો કુવૈતમાં જન્મ (1984)

* સંજય દત્ત, પૂજા ભટ્ટ, સદાશિવ અમરાપુરકર, દિપક તિજોરી, પંકજ ધીર અને સોની રાઝદાન અભિનિત ફિલ્મ 'સડક' રિલીઝ થઈ (1991)
ડિરેક્શન : મહેશ ભટ્ટ 
સંગીત : નદીમ શ્રવણ
'સડક' માં કુલ 12 ગીતો છે
'સડક' 1976ની હોલીવુડની ફિલ્મ 'Taxi Driver' ઉપર પ્રભાવિત હતી અને 'સડક' ઉપરથી સને 2000માં તામિલમાં 'અપ્પુ' નામની ફિલ્મ બની
ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં 'બેસ્ટ વિલન' માટે સદાશિવ અમરાપુરકને મળ્યો હતો

* સલમાન ખાને 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ બનાવવાની જાહેરાત કરી (2021)