સ્ટીવને ‘જુરાસિક પાર્ક', ‘ઈ.ટી.’, ‘ધ એડવેન્ચર ઑફ ટીનટીન’ જેવી અદ્ભુત ફિલ્મો બનાવી છે.
ઓસ્કર એવૉર્ડ્સમાં ‘લિંકન’ ફિલ્મ બાર નામાંકન મેળવવામાં સફળ રહી હતી.
તેમને બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર ‘સેવિંગ પ્રાઇવેટ રયાન’ અને ‘શિંડલર્સ લિસ્ટ’ માટે મળ્યો છે.
* ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જી. કે. નાણાવટીનું અમદાવાદ ખાતે અવસાન (2021)
ગિરીશભાઈ ઠાકોરલાલ નાણાવટીનો જન્મ જંબુસરમાં થયો હતો અને તેઓએ સુપ્રિમ કોર્ટમાં વર્ષ 1995થી 2000 દરમિયાન સેવા આપી હતી
તેઓ 1984ના પંજાબના શીખ વિરોધી રમખાણો અને 2002ના ગોધરા રમખાણો માટેના તપાસ પંચના વડા હતા
* ભારતીય સેનામાં સેવા આપનાર, શિક્ષણવિદ્, હિન્દી અખબાર હરી ભૂમીના સંપાદક અને હરિયાણા સરકારમાં કેબીનેટ મંત્રી રહેલ કેપ્ટન અભિમન્યુસિંગ સંધુનો જન્મ (1967)
* બીબીસીની સિરિયલ અને શૉના બ્રિટીશ અભિનેત્રી, કોમેડીયન નીના વાડિયાનો મુંબઈમાં જન્મ (1968)
* સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર રઘુ રાયનો જન્મ (1942)
* ભારતના ક્રિકેટ ખેલાડી લાલચંદ રાજપૂતનો મુંબઈમાં જન્મ (1961)
તેઓ આંતરાષ્ટ્રીય કેરિયરમાં 2 ટેસ્ટ અને 4 વન ડે રમ્યા છે
તેમણે ભારતની યુ19 ટીમ બાદ અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેના કોચ તરીકે સેવાઓ આપી છે.
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના આગેવાન ડૉ. તુષાર અમરસિંહ ચૌધરીનો જન્મ (1965)
* ઉદ્યોગપતિ વિજય માલ્યાનો કોલકત્તામાં જન્મ (1955)
* પદ્મશ્રીથી સન્માનિત ભારતના જાણીતા પત્રકાર અને ટીવી એન્કર બરખા દત્તનો જન્મ (1971)
* બોલીવુડ કલાકાર રિચા ચઢ્ઢા (1986), સ્નેહા ઉલ્લાલ (1987), ટીવી અભિનેત્રી શ્રુતિ શેઠ (1977) નો જન્મ
* સોવિયત સંઘના નેતા - રાજકીય આગેવાન તથા ક્રૂર અને કઠોર તાનાશાહ જોસેફ વિસારીઓન્વિચ સ્ટાલિનનો જ્યોર્જિયા દેશનાં ગોરી શહેરમાં જન્મ (1878)
* ઉત્તરાખંડ અલગ રાજ્યની રચના માટે સફળ આંદોલન ચલાવનાર મહિલા આગેવાન કમલા પંતનો જન્મ (1956)
* સેવા, સમર્પણનાં પર્યાયરૂપ સમાજસેવક, ‘મુની સેવા આશ્રમ’ના સ્થાપક અને ગ્રામમાતા તરીકે ઓળખાયેલ અનુબેન ઠક્કરનુ અવસાન (2001)
* સ્વાતંત્ર્ય સેનાની, વકીલ અને લિબરલ પાર્ટીનાં નેતા સર તેજબહાદુર સપ્રુનો ઉત્તરપ્રદેશનાં અલીગઢ ખાતે જન્મ (1875)
* વિશ્વનું સૌપ્રથમ ક્રોસવર્ડ સન્ડે ન્યૂયોર્ક વર્લ્ડ અખબારમાં પ્રકાશિત થયું 1913
ન્યૂયોર્ક વર્લ્ડ એડિટર આર્થર વિનને ક્રોસવર્ડ પઝલનાં શોધક તરીકે શ્રેય આપવામાં આવે છે
* રાજ કપૂર, સિમી ગરેવાલ, પદમિની, સેનિયા, રાજેન્દ્ર કુમાર, મનોજ કુમાર, ધર્મેન્દ્ર, દારાસિંઘ, ઓમપ્રકાશ, રાજેન્દ્રનાથ અને રિશી કપૂર (બાળ કલાકાર) અભિનિત ફિલ્મ 'મેરા નામ જોકર' રિલીઝ થઈ (1970)
ડિરેક્શન : રાજ કપૂર
સંગીત : શંકર જયકીશન
ફિલ્મની લંબાઈ 3 કલાક અને 44 મિનિટની છે
'મેરા નામ જોકર' 1964ની 'સંગમ' બાદ માત્ર બીજી હિન્દી ફિલ્મ હતી, જેમાં બે ઈન્ટરવલ હતાં
ફિલ્મ બનવામાં 6 વર્ષ લાગ્યા હતાં
રાજ કપૂર દ્વારા ડિરેક્ટ થયેલી આ એકમાત્ર ફિલ્મ છે જેમાં લતાજીના અવાજમાં એકપણ ગીત નથી
ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં 'મેરા નામ જોકર' ને 'બેસ્ટ ડિરેક્ટર' (રાજ કપૂર), 'બેસ્ટ મ્યુઝિક' (શંકર જયકીશન), 'બેસ્ટ મેલ પ્લેબેક સિંગર' (મન્ના ડે-એ ભાઈ જરા દેખકે ચલો), 'બેસ્ટ કલર સિનેમેટોગ્રાફી' (રઘુ કરમાકર) અને 'બેસ્ટ સાઉન્ડ' (અલ્લાઉદ્દીનખાન કુરેશી) - એમ 5 એવોર્ડ્સ મળ્યા હતાં
* જીતેન્દ્ર, હેમા માલિની, પરવીન બાબી, કાદર ખાન, શક્તિ કપૂર, રણજીત, અસરાની, વિજય અરોરા, ઓમશિવ પુરી અને ઉર્મિલા ભટ્ટ અભિનિત ફિલ્મ 'મેરી આવાઝ સુનો' રિલીઝ થઈ (1981)
ડિરેક્શન : એસ.વી. રાજેન્દ્રસિંઘ બાબુ
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલે
આ ફિલ્મ ઉપર 2 મહિનાનો પ્રતિબંધ મૂકાયો હતો અને થોડાં દ્રશ્યો કાઢી નાંખવાની શરતે પ્રતિબંધ ઉઠાવાયો હતો
આ ફિલ્મની સફળતા બાદ એક્ટર તરીકે જીતેન્દ્ર અને રાઈટર તરીકે કાદર ખાન માટે સાઉથના દરવાજા ખુલ્યા હતાં
'મેરી આવાઝ સુનો' એકજ શિડ્યુલમાં ફિલ્મ પૂરી કરવા તૈયારી કરવામાં આવી હતી અને આથી આ ફિલ્મ સાથે ઝડપથી પિક્ચર બનાવી દેવાનો ટ્રેન્ડ શરૂ થયો