AnandToday
AnandToday
Friday, 16 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

આજે તા.૧૭ ડિસેમ્બર 

Tiday-17 December

તારીખ તવારીખ

સંકલન : વિજય ઠક્કર (આણંદ)


119 વર્ષ પહેલા આજના દિવસે વિશ્ચમાં પહેલીવાર વિમાને ઉડાન ભરી હતી અને આ સાથે જ હવાઈ ઉડ્ડયનનાં ક્ષેત્રમાં એક નવી ક્ષિતિજ સ્થાપિત થઈ


 અમેરિકાનાં ઉત્તર કેરોલિના ખાતે કિટ્ટી હોક નામનાં વિસ્તારમાં ઓરવીલ અને વિલ્બર રાઈટ નામનાં ભાઈઓએ વિમાન ઉડાડવાની સફળતા મેળવી (1903)
17 ડિસેમ્બર 1903ના રોજ રાઈટ બંધુઓ ઓરવિલે અને વિલ્બરે રાઇટ ફ્લાયર નામના વિમાન સાથે ઉત્તર કેરોલિનામાં સફળ ઉડાન ભરી હતી. 120 ફૂટની ઊંચાઇએ વિમાનએ 120 સેકંડ માટે ઉડાન ભરી હતી.

* ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ અને ફિલ્મ અભિનેતા સિધ્ધાર્થ રાંદેરીયાનો મુંબઈમાં જન્મ (1955)
સતત 50 વર્ષથી નાટકોમાં અભિનય કરવાની વાતમાં તેઓએ અનેક નવા કીર્તિમાન બનાવ્યા છે
ગુજ્જુભાઈ સિરીઝનું પહેલુ નાટક 'ગુજ્જુભાઈ એ ગામ ગજવ્યુ' વર્ષ 2002-03માં રજૂ થયેલુ

* વિશ્ચના સૌથી ઠીંગણા (સૌથી ઓછી 62.8 સે.મી.ની ઉંચાઈ ધરાવનાર) મહિલા જ્યોતિ આમ્ગેનો નાગપુર ખાતે જન્મ (1993)

* બોલીવુડ અભિનેતા સુરેશ ઓબેરોય (1946), જ્હોન અબ્રાહમ (1972), રિતેશ દેશમુખ (1978), વિજુ ખોટે (1945), દિગ્દર્શક નિરજ પાંડે (1973), ડાન્સ ડિરેક્ટર વૈભવી મર્ચન્ટ (1975)નો જન્મ

* ક્રિકેટ ખેલાડી સૈયદ મુસ્તાક અલીનો ઈન્દોર ખાતે જન્મ (1914)
તેઓ જમણા હાથે બેટીંગ અને ડાબા હાથે બોલિંગ કરતા હતા 
ભારત તરફથી પ્રથમ વખત કોઈ ખેલાડીએ ટેસ્ટમાં સદી નોંધાવી હોવાનો કીર્તિમાન તેમની સાથે નોંધાયેલ છે

* હિન્દી અને મરાઠી રંગમંચના દિગ્ગજ કલાકાર અને ફિલ્મોના ચરિત્ર અભિનેતા ડૉ. શ્રીરામ લાગૂનું અવસાન (2019)
તેઓ ઈએનટી સર્જન હતા અને તેમણે ૨૫૦થી વધુ હિન્દી-મરાઠી ફિલ્મોમાં અને અનેક હિન્દી-મરાઠી-ગુજરાતી નાટકોમાં કામ કર્યું હતું, ‘ઘરોંદા’ ફિલ્મની તેમની ભૂમિકા માટે ડૉ. લાગૂને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો

* મિથુન ચક્રવર્તી, કીમ, રાજેશ ખન્ના, ઓમ પુરી, ઓમશિવ પુરી, કલ્પના ઐયર અને કરણ રાઝદાન (ડેબ્યુ) અભિનિત ફિલ્મ 'ડિસ્કો ડાન્સર' રિલીઝ થઈ (1982)
ડિરેક્શન : બી. સુભાષ
સંગીત : ભપ્પી લાહિરી
'ડિસ્કો ડાન્સર' 100 કરોડની કલબમાં સામેલ થનાર પહેલી ભારતીય ફિલ્મ ગણવામાં આવે છે