AnandToday
AnandToday
Thursday, 15 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

આજે તા.૧૬ ડિસેમ્બર 

Today-16 December

તારીખ તવારીખ 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)

16મી ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણીયે પાડી યુદ્ધ જીત્યું, પરિણામે બાંગ્લાદેશનો ઉદય થયો હતો.

1971 નાં યુદ્ધમાં ભારતનો પાકિસ્તાન સામે વિજય થયો હતો. પાક. ને અમેરિકા અને ભારતને રશિયાની મદદ મળી પણ અંતે પાકિસ્તાનનાં 93,000 સૈનિકોએ ભારતની સામે આત્મસમર્પણ કર્યું હતું.16મી ડિસેમ્બર 1971ના રોજ, ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું અને પરિણામે બાંગ્લાદેશનો ઉદય થયો હતો. આ અગાઉ બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું જેણે સ્વતંત્રતા મળી ગઈ હતી. 
 ભારતીય સેનાએ પાકિસ્તાન સામે દાખવેલ પરાક્રમનો પર્વ 'વિજય દિવસ' 
16 ડિસેમ્બર 1971 ના દિવસે ભારતીય સેનાના અદમ્ય સાહસ સામે નતમસ્તક શરણે થયેલ 93,000 પાકિસ્તાનની સૈનિકોની તસ્વિર નિહાળતા જ પ્રત્યેક ભારતીયની છાતી ગજગજ ફુલે છે. અમેરીકા અને ચીનના ભયંકર દબાણ છતાં સહેજ પણ ઝુક્યા કે ડર્યા વગર તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધીજીએ પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા! પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાનના આતંકનો અંત આવ્યો અને બાંગ્લાદેશ નામે નવા દેશનો ઉદય થયો
ઢાકાના નેશનલ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિજય દિવસની 50મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ પરેડમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી (2021)

* પરમવીરચક્ર (મરણોત્તર)થી સન્માનિત વીર અરૂણ ખેતરપાલજી પાકિસ્તાન સામેના યુધ્ધમાં માત્ર ૨૧ વર્ષની ઉંમરે વીરગતિને પ્રાપ્ત કરી શહિદ થયા (1971)

* લતા મંગેશકરે આજના દિવસે રેડિયો માટે પ્રથમ વખત સ્ટુડિયોમાં બે ગીતો ગાયા એ દિવસ તેમના જીવનનો સૌથી મહત્વનો અને યાદગાર દિવસ હોવાનું તેઓ પોતે માને છે (1941)

* બોલીવુડ અને પંજાબી ગીતોના લોકપ્રિય ગાયિકા હર્ષદિપ કૌરનો દિલ્હી ખાતે જન્મ (1986)
સૂફી ગાયિકી માટે તે 'સૂફી કી સુલતાન' તરીકે ખૂબ લોકપ્રિય છે 

* કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં થતી દુર્ગા પૂજાને યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની સૂચીમાં સ્થાન આપવામાં આવ્યું (2021)