AnandToday
AnandToday
Wednesday, 14 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

આજે તા.૧૫  ડિસેમ્બર 

Today,-15 December

તારીખ તવારીખ

સંકલન : વિજય ઠક્કર (આણંદ)


આજે સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક સરદાર પટેલની પુણ્યતિથિ, જાણો કેમ કહેવાય છે લોખંડી પુરુષ

562 રજવાડાઓને ભારત સાથે ભેળવવાનું દુર્લભ કામ કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. 15 ડિસેમ્બર 1950ના રોજ તેમનું નિધન તે સમયે બોમ્બે નામથી ઓળખાતા મુંબઈમાં થયું હતુ અને ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. નિધનના 41 વર્ષ બાદ 1991માં ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ભારત રત્નથી તેમને નવાજવામાં આવ્યાં હતાં. 

* આંતરરાષ્ટ્રીય ચા દિવસ *

* ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનાં પ્રણેતાસમા ટી.એન.શેષાનનો જૂના મદ્રાસ રાજ્યનાં પલક્કડમાં જન્મ (1932)
ઈ.સ.1996માં રેમન મેગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત કરાયાં હતાં
શેષાન ઈ.સ.1997માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યાં અને હાર્યા હતાં

* હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન (2021)
જે હેલિકોપ્ટર તા. 8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થતા સીડીએસ જનરલ બિપિન રાવત સહિત 13ના મૃત્યુ થયા હતા 

* ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી બાઇચુંગ ભુટિયાનો સિક્કીમનાં ટિંકિટમમાં જન્મ (1976)
તેમને ઈ.સ.1998માં ‘અર્જુન એવૉર્ડ’ અને ઈ.સ.2008માં ‘પદ્મશ્રી’ એવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે

* બોલીવુડના ગાયિકા ઉષા મંગેશકરનો મધ્ય પ્રદેશમાં જન્મ (1935)

* મિકી માઉસનાં નિર્માતા, ચિત્રકાર અને ડિઝનીલેન્ડ અને વોલ્ટ ડિઝની વર્લ્ડનાં સ્થાપક વોલ્ટર એલિયાસ ડિઝનીનું અવસાન (1966)

* ઇટાલીમાં પીઝાનાં ઢળતા મિનારાને મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો (2001)
એક સમયે દુનિયાની અજાયબીઓમાં સ્થાન ધરાવનારો આ મિનારો ઈ.સ.1990માં મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો

* એફિલ ટાવર બનાવનાર એન્જિનિયર અને આર્કિટેક્ટ એલેક્ઝાન્ડ્રે ગુસ્તાવ એફિલનો ફ્રાંસમાં જન્મ (1832)

* ફ્રી સ્ટાઈલ રેસલિગના ભારતના મહિલા ખેલાડી ગીતા ફોગટનો હરિયાણાના બલાલી ખાતે જન્મ (1988)

* બોલીવુડ અને બંગાળી ફિલ્મોના ગાયક, પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી, બાબુલ સુપ્રિયોનો પશ્ચિમ બંગાળના ઉત્તરપારા ખાતે જન્મ (1970)

* બોલીવુડ અને ટીવી કલાકાર ગોગા કપૂર (1940), મૌલિ ગાંગુલી (1982)નો જન્મ

* દ. આફ્રિકા પ્રવાસ અગાઉ ભારતને ઝટકો, ઈજાને લીધે રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાંથી બહાર, રોહિત શર્માને બદલે ગુજરાતના પ્રિયાંક પંચાલને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું (2021)