AnandToday
AnandToday
Tuesday, 13 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

આજે તા.૧૪ ડિસેમ્બર 

Today-14 December

તારીખ તવારીખ 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)

 ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી જે આજે "અમૂલ" તરીકે ઓળખાય છે (1946)

૧૯૪૫ ના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારનું દૂઘ કોન્ટ્રાક્ટરો દ્રારા એકત્ર કરી મુંબઇ દૂધ યોજનામાં મોકલવામાં આવતું પરંતુ રાજ્ય સરકારે દૂધનાં ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો. આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ અનુસાર ખેડૂતોની સભા ૪ જાન્યુઆરી ૧૯૪૬ ના રોજ મોરારજી દેસાઈના પ્રમુખપદે રાખવામાં આવી, જેમાં સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે વિચારણા થઈ. ત્રિભુવનદાસપટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ સહકારી ધોરણે ડેરીની સ્થાપના માટે અથાગ પ્રયત્ન કર્યો, જેના પરિપાકરૂપે ખેડા જિલ્લા દૂધ-ઉત્પાદક સંઘની સ્થાપનાની સાથે તારીખ ૧૪ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ "અમૂલ" નો જન્મ થયો.

* ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ ઑફિસર નિર્મલ જીત સિંઘ સેખોં ભારત-પાકિસ્તાનનાં યુદ્ધ દરમિયાન શહીદ થયા (1971)
પરમવીર ચક્રથી મરણોપરાંત સન્માનિત કરાયા 

* અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને બોલીવુડનાં શોમેન રાજકપૂરનો જન્મ (1924)
11 વખત ફિલ્મફેર એવોર્ડ, ત્રણ વાર નેશનલ પુરસ્કાર, પદ્મભૂષણ (1971), દાદાસાહેબ ફાળકે પુરસ્કાર (1987)થી તેમને પુરસ્કૃત કરાયા છે

* ભારત સહિત વિશ્વભરમાં યોગને લોકપ્રિય બનાવનાર યોગગુરૂ બી કે એસ અયંગરનો કર્ણાટકના બેલ્લારુ ખાતે જન્મ (1918)
તેઓએ યોગ ને કસરત તરીકે વિકસાવી જે "અયંગર યોગા" તરીકે ઓળખાય છે 
ભારત સરકાર દ્વારા તમનું પદ્મશ્રી (1991), પદ્મભૂષણ (2002) અને પદ્મ વિભૂષણ (2004)થી સન્માન કરવામાં આવ્યું છે 

* ભારતના ટેનિસ ખેલાડી, કોમેન્ટેટર અને અભિનેતા વિજય અમૃતરાજનો ચેન્નઈ ખાતે જન્મ (1953)

* સાઉથની ફિલ્મોના અભિનેતા, નિર્માતા તથા 'બાહુબલી' ફિલ્મથી વધુ લોકપ્રિય બનેલ અભિનેતા રાણા દગુબાટીનો જન્મ (1984)

* ઈન્દીરા ગાંધીના પુત્ર અને રાજકીય આગેવાન સંજય ગાંધીનો જન્મ (1946

* હિંદી ફિલ્મોના ગીતકાર અને કવિ શૈલેન્દ્રનું અવસાન (1966)

* હિંદી ફિલ્મોના દિગ્દર્શક, અને પેરેલલ સિનેમાના સ્થાપક તરીકે ઓળખાતા શ્યામ બેનેગલનો તેલંગાણાના તિરુમાલાગીરી ખાતે જન્મ (1974)
તેમને 8 નેશનલ એવોર્ડ, દાદા સાહેબ ફાળકે સન્માન (2005), પદ્મશ્રી (1976), પદ્મભૂષણ (1991) અને ફિલ્મફેર એવોર્ડ (1980) સન્માન મળેલ છે

​* બોલિવૂડ ફિલ્મોના લેખક, અભિનેતા અને દિગ્દર્શક નિરજ વોરાનું મુંબઈ ખાતે અવસાન (2017)

* બોલીવુડ અને તામીલ, તેલુગુ ફિલ્મના અભિનેત્રી સમીરા રેડ્ડીનો જન્મ (1978)

* ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠીનો ભોપાલમાં જન્મ (1984)

* ટીવી અભિનેત્રી જુહી પરમારનો ઉજૈનમાં જન્મ (1980)

* લેસરનાં શોધક નિકોલાય ગેનેડિએવિય બાસોવનો રશિયાનાં ઉસ્માન શહેરમાં જન્મ (1922)

* રાષ્ટ્રીય ઊર્જા બચત દિવસ *