AnandToday
AnandToday
Sunday, 11 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

આજે તા.૧૨ ડિસેમ્બર 

Today - 12 December

તારીખ તવારીખ 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)

સાઉથના સુપરસ્ટાર અભિનેતા  રજનીકાંત નો આજે જન્મદિવસ

દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત ભારતના દિગ્ગજ અભિનેતા અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો આજે  જન્મદિવસ છે. 12 ડિસેમ્બર 1950ના રોજ બેંગ્લોરમાં જન્મેલા રજનીકાંતે કડક મહેનતથી આજે બધી સફળતા પ્રાપ્ત કરી છે. આખી દુનિયા એમને રજનીકાંતના નામથી જાણે છે, હકીકતમાં એમનું નામ શિવાજી રાવ ગાયકવાડ છે.આજે આલીશાન જીવન જીવનારા રજનીકાંતનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. એમનાં પિતાનું નામ રામોજી રાવ ગાયકવાડ હતું અને તેમના પિતા એક હવાલદાર હતા, 
 તેમજ ચાર ભાઈ બહેનોમાં સૈથી નાના છે રજનીકાંત.જ્યારે માતા જીજાબાઈનું અવસાન થયું ત્યાર બાદથી આખું પરિવાર વિખેરાઈ ગયું.  ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે રજનીકાંતે કુલીનું કામ કરવાનું શરૂ કરી દીધું.
આ પછી તેણે પૈસા કમાવવા માટે સુથારનું કામ પણ કરવા લાગ્યા.
થોડા સમય બાદ તેમણે બેંગ્લોર ટ્રાન્સપોર્ટ સર્વિસ (BTS) બસમાં કન્ડક્ટર પણ બન્યા.
રજનીકાંતે ભલે અલગ-અલગ કામ કર્યા હોય પરંતુ એમના દિલમાં હંમેશાથી જ એક એક્ટર બનવાની ઈચ્છા હતી.આ જ કારણના લીધે તેઓ કામની સાથે સાથે 1973માં મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં જોડાયા અને અભિનયમાં ડિપ્લોમા કર્યું. રજનીકાંતે તેની અભિનય કારર્કિદીની શરૂઆત કન્નડ નાટકોથી કરી હતી.

* ઊંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ (કેમેસ્ટ્રીમાં પીએચડી)નું ડેંગ્યુની સારવાર દરમિયાન અવસાન (2021)
વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય પદે ચૂંટણી જીત્યા હતા 
2019માં ભાજપ સાથે જોડાયા અને પેટાચૂંટણી ફરીથી જીતી ધારાસભ્ય બન્યા હતા 

* મુંબઈ એન્ટી-ટેરરિસ્ટ સ્કોર્ડના ચીફ તરીકે ફરજ બજાવનાર પોલીસ અધિકારી હેમંત કરકરેનો નાગપુર ખાતે જન્મ (1954)
2008ના મુંબઈ હુમલામાં તેમનું અવસાન થયું 
વર્ષ 2009માં તેઓનું મરણોત્તર અશોક ચક્રથી સન્માન કરવામાં આવ્યું 

* મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી, એનસીપીના સ્થાપક શરદ પવારનો બારામતી ખાતે જન્મ (1940)

* ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’નો જલારામધામ વીરપુરમાં જન્મ (1892) 

* રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તનુ અવસાન (1964)
ઈ.સ.1954માં ‘પદ્મભૂષણ’થી સન્માનવામાં આવ્યાં હતાં

* કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસેનનો બિહારમાં જન્મ (1968)

* કેન્દ્રીય મંત્રી, મહારાષ્ટ્રના રાજકીય આગેવાન અને લોકનેતા તરીકે લોકપ્રિય ગોપીનાથ મુંડેનો જન્મ (1949)

* કેન્સર સર્જન, એડવોકેટ અને વિશ્ચ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાનો અમરેલી જિલ્લામાં જન્મ (1956)

* ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર અને ‘યુવી’નાં હુલામણા નામથી જાણીતાં યુવરાજસિંહનો ચંદીગઢમાં જન્મ (1981)

* 'પદ્મશ્રી’થી સન્માનિત ફિલ્મ અને ટીવી સિરિયલના નિર્માતા - નિર્દેશક રામાનંદ સાગર (મૂળનામ ચંદ્રમૌલી ચોપરા)નું અવસાન (2005)

* ટીવી અભિનેતા સિધ્ધાર્થ શુકલાનો મુંબઈમાં જન્મ (1980)

* અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહા, સુનિલ દત્ત, શશી કપૂર, રાખી, પરવીન બાબી, બિંદીયા ગોસ્વામી, કુલભુષણ ખરબંદા, મઝહર ખાન અને જ્હોની વોકર અભિનિત ફિલ્મ 'શાન' રિલીઝ થઈ (1980)
ડિરેક્શન : રમેશ સિપ્પી
સંગીત : આર.ડી. બર્મન