AnandToday
AnandToday
Tuesday, 06 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ 

આજે તા. ૭ ડિસેમ્બર 

Today -7 December

સંકલન : વિજય ઠક્કર (આણંદ)

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની આજે જન્મ જયંતી

ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો એક ખેડૂત પરિવારમાં ગુજરાતમાં વડોદરા પાસેનાં ચાણસદ ગામે જન્મ (1921)
તેમનું બાળવયનું નામ હતું – શાંતિલાલ. પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરીને 18 વર્ષની વયે તેમણે શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું. 7 નવેમ્બર, 1939નાં રોજ ગૃહત્યાગ અને 22 નવેમ્બર, 1939 નાં રોજ અમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દીક્ષા લીધી. દીક્ષા લઈને સન 1940માં તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યાં. સન 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યાં. ત્યારથી તેઓ પ્રમુખસ્વામી મહારાજનાં લોકપ્રિય નામથી લોકલાડીલા બન્યાં. 
ઈ.સ.2007માં ગિનિસ બુક ઑફ રેકોડર્સ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને બે બહુમાન અર્પણ થયાં હતાં : (1) દિલ્હીનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામ વિશ્વનું સૌથી મોટું સર્વાંગ પરિપૂર્ણ હિન્દુ મંદિર (2) પ્રમુખસ્વામી મહારાજે વિશ્વના પાંચેય ખંડોમાં સૌથી વધુ 1100 મંદિરોનું વિક્રમી સર્જન.

* ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ, લેખક, ગુજરાતી નિબંધકાર અને અનુવાદક વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠનું
 અવસાન (1958)

* એક મહિના અગાઉ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ઓરિસ્સાના વતની નંદ કિશોર પ્રુસ્ટીનું 98 વર્ષની વયે અવસાન (2021)
તેઓ લોકોમાં 'નંદા સર' તરીકે પ્રખ્યાત હતા અને દેશની આઝાદીથી લઇ આજ સુધી તેઓ બાળકોને મફત શિક્ષણ આપતા

* સશસ્ત્ર સેના ધ્વજ દિવસ *