AnandToday
AnandToday
Monday, 05 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

મતગણતરી દરમ્યાન વાહન વ્યવહાર નિયમન અર્થે વલ્લભ વિદ્યાનગરના પાંચ માર્ગો ઉપર વાહનો માટે પ્રવેશબંધી

મતગણતરી વલ્લભ વિદ્યાનગર ખાતેની નલિની-અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે હાથ ધરાનાર છે.

મી ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરાશે

આણંદ, 
 આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકોની ચૂંટણીની મતગણતરી તા. ૦૮/૧૨/૨૦૨૨ ગુરુવારના રોજ સવારના ૮.૦૦ કલાકથી નલિની-અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે હાથ ધરાનાર છે. જેથી ઉમેદવારોના ટેકેદારો આ વિસ્તારમાં એકઠા થાય અને તેના પરિણામે ટેકેદારો વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના રહે છે અને ઉક્ત સ્થળોની આસપાસ જાહેર રસ્તાઓ પરથી માણસો અને વાહનો પસાર થાય તેના પરિણામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી નીચે મુજબના રસ્તાઓ બંધ કરવા તથા ટ્રાફીક બીજા રસ્તા તરફ વાળવા (ચૂંટણી માટે ફરજ પર આવેલ તમામ સંલગ્ન ખાતાના સ્ટાફ, ઉમેદવાર અને તેઓના એજન્ટ સિવાય) માટે આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ તા. ૦૮/૧૨/૨૦૨૨ના કલાક ૦૦-૦૦ કલાકથી મતગણતરીનું સંપુર્ણ કામકાજ પુરૂ ન થાય ત્યાં સુધી વલ્લભ વિદ્યાનગર ખાતે નીચેના જાહેર માર્ગો ઉપર જાહેર જનતા તથા જાહેર વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી છે.
તદઅનુસાર (૧) વલ્લભ વિદ્યાનગર ખાતે ભાઇકાકા લાયબ્રેરીથી નલીની આટર્સ કોલેજ ચાર રસ્તા સુધી (૨) રઘુવીર ચેમ્બર્સ ચાર રસ્તા ક્રોસીંગ ઉપર યુનિવર્સીટી તરફ જતા રસ્તાના નાકા સુધી (૩) બી.જે.વી.એમ. કોલેજ તથા નલીની આટર્સ કોલેજ પાછળ આવેલ રસ્તો (યુની.રોડ) (૪) કલા કેન્દ્ર ચાર રસ્તા (બાજખેડા ચાર રસ્તા) થી નાના યુનિ.ગેસ્ટ હાઉસ સુધી અને (૫) બી.જે.વી.એમ. કોલેજ તરફથી શાસ્ત્રી મેદાન તરફ જતા રસ્તા ઉપર બેડમિન્ટન હોલ અને તેની પાછળનો ઓલ્ડ હોસ્ટેલ તરફ જતો રસ્તો પ્રવેશ માટે બંધ રહેશે.
સરકારી, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વાહનો તથા ઉમેદવાર અને તેમના એજન્ટના વાહનોને આ આદેશ લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ઈસમ શિક્ષાને પાત્ર થશે.
                                     **********