AnandToday
AnandToday
Monday, 05 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

આજે તા. 6 ડિસેમ્બર 

Today - 6 December

સંકલન : વિજય ઠક્કર (આણંદ)


ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત થઈ, ન્યૂઝીલેન્ડ સામે

ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 62 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજી ઈનિંગ્સમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 540 રનનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ કીવી ટીમ 167 રન જ બનાવી શકી હતી. મયંક અગ્રવાલ મેન ઓફ ધ મેચ જાહેર થયા (2021)

* મહાન સુધારક, કાયદાશાસ્ત્રી, રાજનેતા, ઇતિહાસકાર, અર્થશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, પ્રખર પત્રકાર, ભારતનાં પ્રથમ કાયદામંત્રી, બંધારણના રચયતા અને ભારતરત્ન ડૉ.ભીમરાવ આંબેડકરનું અવસાન (1956)
ડૉ.બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસના રૂપે ઉજવાય છે

* સંસ્કૃતવેત્તા, ભાષાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદ ફ્રેડરિક મેક્સમુલરનો જર્મનીમાં જન્મ (1823)

* પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતીન વચ્ચે 21મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ. આ બેઠકમાં દ્વિપક્ષી સંબંધોની સ્થિતિ વધારે સુદ્રઢ બને તે અંગેના ઉપાયો વિષે ચર્ચા થઈ (2021)

* ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા (1928), જસપ્રિત બુમરાહ (1993) અને આર. પી. સિંગ (1985)નો જન્મ

* બોલીવુડ અને હોલીવુડની ફિલ્મોના દિગ્દર્શક શેખર કપૂરનો જન્મ (1945)

* ભારતની મ્યુઝિક કંપની ટી-સીરીઝ હવે યુટ્યુબ ચેનલ ઉપર 200 મિલિયન સબ્સક્રાઈબરની સંખ્યા પાર કરનાર વિશ્ચની પ્રથમ કંપની બની, જુદી જુદી 29 ભાષાઓમાં ચાલતી ટી-સીરીઝના યુટ્યુબ સબ્સક્રાઈબરની સંખ્યા આજે 383+ મિલિયનથી વધુ છે (2021)

* ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ આઈસીસી રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકિત ટીમ બની (2021)

* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે જગદીશ ઠાકોરની નિમણૂંક થઈ (2021)
તેઓ પાટણના સાંસદ તરીકે (2009-2014) અને દહેગામના ધારાસભ્ય તરીકે (2002-2007-2008) સેવા આપી ચૂક્યા છે. આ અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે 2018થી અમીત ચાવડા (ધારાસભ્ય, આંકલાવ) સેવા આપતા હતા

* ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસ દ્વારા સુખરામ રાઠવાની વરણી કરવામાં આવી છે (2021)
સુખરામ રાઠવા પાવી જેતપુર બેઠકના ધારાસભ્ય છે 

* સેન્સેક્સમાં 949.32 અંકના ઘટાડા સાથે 56,747.14 પર થયો બંધ થયો અને નિફ્ટીમાં 284.45 અંકના ઘટાડા સાથે 16,912.25 પર થયો બંધ રહ્યો (2021)

* ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ડિજિટાઇઝ્ડ ગ્રંથોનું વિમોચન કર્યું. ગુજરાત વિશ્વકોશના ૨૩,૦૦૦ જેટલા લખાણો વાચકને આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ કુમારપાળ દેસાઇ અને ટ્રસ્ટી પી. કે. લહેરી છે (2021

* ભારત અને બાંગ્લાદેશ પોતાની મિત્રતા અને બાંગ્લાદેશની સ્વતંત્રતાને 50 વર્ષ પૂર્ણ થવાના અવસરને 6 ડિસેમ્બરને મૈત્રી દિવસ તરીકે ઉજવ્યો (2021)

* ફિનલેન્ડ દેશનો સ્વતંત્રતા દિવસ