AnandToday
AnandToday
Friday, 02 Dec 2022 00:00 am
AnandToday

AnandToday

ઉમરેઠ બેઠક પુનરાવર્તન નહીં પરિવર્તનનો સૂર

મતદારોનું મજબુત મનોમંથન પરિવર્તન એ જ અમારો ધ્યેય


આણંદ ટુડે | આણંદ
ગુજરાત રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યાા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં છેલ્લે સુધી લડી લેવાના મુડમાં છે. ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર અને નિવૃત ક્લાસ વન અધિકારી અબાલ વૃદ્ધ સૌના લોક લાડીલા બળદેવસિંહ પરમાર ઉર્ફે બી. યુ. પરમારે ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના ગામડાંઓમાં સમર્થકો સાથે પ્રચાર અભિયાનને વેગવંતો બનાવી દીધો છે. 
ઉમરેઠ બેઠક પર અપક્ષ ઉમેદવારને મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદને જોતાં આ વખતની ચૂંટણીમાં મતદારો ઉમરેઠ બેઠક પર અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને જંગી બહુમતીથી વિજયી બનાવી એક નવો રેકોર્ડ સ્થાપિત કરે તો નવાઇ નહીં તેવી ચર્ચા ઉમરેઠ પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.