AnandToday
AnandToday
Friday, 02 Dec 2022 00:00 am
AnandToday

AnandToday

ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં લોકો ખુબ પરેશાન છે, બદલાવ આવશે - અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર

રોડ, રસ્તા, ગટરની અસુવિધા, મોંઘવારી, બેકારી, એસટી બસોનો પ્રશ્ન સહિતની સમસ્યાઓથી લોકો ત્રાસી ઉઠ્યા છે. 

આણંદ ટુડે | આણંદ
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના નિવૃત્ત ક્લાસ વન અધિકારી અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારે પોતાના ટેકેદારો, સગાંસબંધીઓ અને મિત્રો સાથે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન તેજ બનાવ્યો છે. ઉમરેઠ પંથકના ગામડાંઓમાં અને સ્થાનિક લોકોની સમસ્યા જોતાં તેમનું હૃદય કંપી ઉઠ્યું હતું. રાજકીય નેતાઓ દ્વારા માત્રને માત્ર વિકાસના ઠાલા વચનો જ આપવામાં આવી રહ્યાાં છે. તેમને પ્રચાર દરમિયાન મળેલા અદ્દભુત આવકાર અને લોકો સાથેની વાતચીત બાદ આણંદ ટુડે સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે આ વખતે ઉમરેઠ બેઠક પર પરિવર્તન આવવાનું છે. લોકો ખુબ જ પરેશાન છે. બદલાવ આવશે. રોડ, રસ્તા, ગટરની અસુવિધા, મોંઘવારી, બેકારી, એસટી બસોનો પ્રશ્ન સહિતની સમસ્યાઓથી લોકો ત્રાસી ઉઠ્યા છે. લોકો પરિવર્તન ઇચ્છી રહ્યાા છે. તેમણે સ્થાનિક લોકોને એમ પણ કહ્યું હતું કે આપણે સાથે મળીને પંથકનો વિકાસ કરીશું. માત્ર આપનો સહકાર જોઇએ.
લોકતંત્રમાં આપણને સૌથી મોટો અધિકાર મત આપવાનો મળ્યો છે ત્યારે પ્રજાના કામોને પ્રાધાન્ય આપે અને ખોરંભે પડેલા વિકાસને વેગવંતો બનાવે એવા ઉમેદવારને મત આપી વિજયી બનાવશો તેમ કહેતાં જ સ્થાનિક લોકોએ પ્રચંડ અવાજે કહ્યું હતું કે અમારા નેતા આ વખતે બળદેવસિંહ પરમાર જ બનશે.