આણંદ ટુડે | ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા 27 વર્ષથી શહેર અને ગામડાંઓનો વિકાસ રૂંધાયો છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલા વાયદા પુરા કર્યા નથી. ઉમરેઠ મત વિસ્તારમાં પ્રચાર દરમિયાન અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારે કહ્યું હતું કે મારી પ્રથમ પ્રાથમિક્તા પ્રજાલક્ષી કામોની હશે. પ્રજાલક્ષી યોજનાઓની હશે. તેટલું જ નહીં ખોરંભે પડેલા વિકાસના કામોની ધુળ ખાતી ફાઇલો ખોલીને ઉમરેઠ પંથકના વિકાસને વેગવંતો કરીશ. એટલું જ નહીં સૌથી ગંભીર બનેલ રોજગારી, આરોગ્ય અને શિક્ષણના પ્રશ્નને વિશેષ પ્રાધાન્ય આપીશ.