AnandToday
AnandToday
Monday, 28 Nov 2022 18:30 pm
AnandToday

AnandToday

ઉમરેઠ પંથકમાં પરિવર્તનની લહેર જોવા મળી, નેતાઓના ખોટા વચનોથી અમે થાકી ગયાં છીએ....

ઉમરેઠ પંથકના લોકો અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને જીતાડવા કટીબદ્ધ બન્યાં

ભરોડા, પણસોરા, ઘોરા, સેવાપુરા, અરડી, ઝાલાબોરડી, રાઠોડપુરા, જલુજીના મુવાડામાં પ્રચંડ આવકાર

આણંદ ટુડે | ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં શિયાળાની ફૂલગુલાબી કાતિલ ઠંડીમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે.  અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારની ગામે ગામ જાહેર સભાઓ અને ડોર ટુ ડોર ઝંઝાવાતી પ્રચાર સતત જામી રહેવા પામ્યો છે. તેઓએ ઉમરેઠ બેેઠકના ભરોડા, પણસોરા, ઘોરા, અરડી, ઝાલાબોરડી અને આ ગામના પરા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. આ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા પણ તેમને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. ઝાલાબોરડીના રમેશભાઇ પરમારે કહ્યું હતું કે અમારે તો આ વખતે પ્રજાનું કામ કરે એવા નેતા જોઇએ છે. અગાઉના રાજકીય પક્ષોના ખોટા વચનોથી અમો થાકી ગયા છીએ. અમારા ગામડાંઓનો વિકાસ થયો નથી. આ વખતે ઉમરેઠ બેઠક પર પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન થઇને રહેશે. અમો અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને જંગી બહુમતીથી જીતાડવા કટીબદ્ધ બન્યાં છે.