અમૃતલાલ ઈજનેર હતાં અને યુગાન્ડામાં રેલ્વે બંધાતી હતી ત્યારે ત્યાં કામ કર્યું હતું. ભારત પરત ફરી 1904માં ગોખલે સ્થાપિત ‘ભારત સેવક સમાજ’માં જોડાયાં હતાં અને દેશમાં જ્યાં પણ દુષ્કાળ, પુર અને બીજી કુદરતી આપત્તિ ઉભી થાય ત્યાં પહોંચી જતાં. તેમનાં ઉત્કૃષ્ટ દાખલા ગુજરાતમાં તેમણે આદિવાસીઓ, દલિતોમાં કરેલા કામો છે
* ફ્રાન્સનાં પેરિસમાં જન્મ અને ભારતમાં ઉદ્યોગપતિ તરીકે સફળ રહેલ જે.આર.ડી. ટાટા (જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા)નું સ્વિટ્ઝર્લેન્ડનાં જિનીવા ખાતે અવસાન (1992)
તેઓ ભારતનાં પ્રથમ પાયલોટ અને મહાન ઉધોગપતિ હોવા સાથે અનેક સામાજિક સેવાઓમાં યોગદાન આપ્યું
ફ્રાંચની સરકારે તેમને ‘લીજિયો ઓફ ઓનર’ અને ભારત સરકારે ‘ભારતરત્ન’ અને ઈ.સ.1955માં ‘પદ્મવિભૂષણ’થી નવાજ્યા હતાં
* ગુજરાતનાં મુખ્યમંત્રી રહેલ છબીલદાસ મહેતાનું અમદાવાદમાં અવસાન (2008)
તેઓ નાણાપ્રધાન તરીકે ચીમનભાઇ પટેલનાં પ્રધાનમંડળમાં હતાં અને ઈ.સ.1994માં ચીમનભાઇ પટેલનાં અચાનક અવસાન પછી તેઓને ગુજરાતનાં મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. 17 ફેબ્રુઆરી, 1994 થી 14 માર્ચ, 1995 સુધી તેઓએ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી
* મહિલા ગણિતશાસ્ત્રી મેરી સોમરવિલેનું નેપલ્સમાં અવસાન (1872)
તેમણે ‘ખગોળનું યંત્રશાસ્ત્ર' ગ્રંથ ટૂંકા ગાળામાં પ્રસિદ્ધ કરી નામના મેળવી, ‘ભૌતિક વિજ્ઞાનોનો સંબંધ’ અને ‘ભૌતિકીય ભૂગોળ’ નામનાં ગ્રંથોની રચના તેમણે કરી ને ‘આણ્વિક અને અતિસૂક્ષ્મ વિજ્ઞાન’ ગ્રંથ લખવા માટે જીવનનાં અંતિમ દિવસો સુધી કાર્યરત રહ્યાં
* ભારતીય ભાગેડુ ઉદ્યોગપતિ અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર લલિત મોદીનો જન્મ (1965)
* ભારતીય ગાયક, સંગીત નિર્દેશક, રેકોર્ડ નિર્માતા, અભિનેતા શેખર રવજિયાનીનો જન્મ (1978)
* કર્ણાટકથી લોકસભામાં સંસદ સભ્ય અને ફિલ્મ અભિનેત્રી દિવ્યા સ્પંદનાનો જન્મ (1982)
* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી નેહા પેંડસેનો જન્મ (1984)
* બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં અભિનેતા અને મોડલ તનુજ વિરવાનીનો જન્મ (1986)
* ફિટનેસ મોડલ, અભિનેત્રી અને એમટીવી ઇન્ડિયા પ્રસ્તુતકર્તા ગુરબાની જજનો જન્મ (1987)
* ભારતીય હોકી ખેલાડી, ફિલ્મ અભિનેત્રી અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા ચિત્રાશી રાવતનો જન્મ (1989)
* ભારતીય ફિલ્મ અભિનેતા-હાસ્ય કલાકાર, થિયેટર કલાકાર, પ્લેબેક ગાયક અને લેખક એન. એસ. કૃષ્ણનનો જન્મ (1908)
ભારતમાં ફેશન ઉદ્યોગના પ્રણેતા રોહિત ખોસલાનો જન્મ (1958)