AnandToday
AnandToday
Sunday, 27 Nov 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર 

આજે : તા. 28 નવેમ્બર

Today- 28 NOVEMBER 

પદ્મશ્રીથી પુરસ્કૃત અને ગુજરાત સરકારનાં પ્રથમ મહિલામંત્રી ઇન્દુબેન ચીમનલાલ શેઠનો અમદાવાદમાં જન્મ (1906)

ઇન્દુબેન શેઠ એ મુંબઈ રાજ્યમાં (1952-60) નાયબ શિક્ષણમંત્રી અને સ્વતંત્ર ગુજરાતમાં શિક્ષણમંત્રી તરીકેની જવાબદારી (1962-67) નિભાવી હતી
મહિલાઓનાં સ્વાશ્રયી જીવન માટે તેમણે ‘સમુન્નતિ’ ટ્રસ્ટ, મહિલા મુદ્રણાલય અને ખાદી મંદિરની સ્થાપના કરી હતી

* રેમન મેગ્સેસે એવોર્ડ અને પદ્મશ્રી સન્માનિત અને રામચંદ્ર શર્મા સાથે "જયપુર લેગ" (કૃત્રિમ પગ)  બનાવનાર ભારતીય ઓર્થોપેડિક સર્જન પ્રમોદ કરણ સેઠીનો ઉત્તર પ્રદેશના વારાણસીમાં જન્મ (1927)
સેઠીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા મોટી સંખ્યામાં એમ્પ્યુટીસને ફરીથી ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરવા બદલ ઓળખવામાં આવ્યા અને ભારતીય નૃત્યાંગના અને અભિનેતા સુધા ચંદ્રન તેમના દર્દીઓમાંના એક હતા 
જયપુર લેગ રબર અને લાકડાનો બનેલો છે અને કદાચ વિશ્વમાં ઉપલબ્ધ સૌથી ઓછી કિંમતનું કૃત્રિમ અંગ છે

* ગુજરાતી કવિ, વાર્તાકાર અને નિબંધકાર કરસનદાસ નરસિંહભાઈ માણેકનો કરાંચીમાં જન્મ (1901)
તેઓએ કવિતા સાથે વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સ્વરૂપોમાં પણ એમણે સર્જન કર્યું,  ‘આલબેલ’, ‘મહોબતને માંડવે’, ‘વૈશંપાયનની વાણી’, ‘મધ્યાહ્ન’, ‘ખાખનાં પોયણાં’ (ખંડકાવ્યો), ‘પ્રેમધનુષ્ય’, 'અહો રાયજી સૂણિયે', 'કલ્યાણયાત્રી', ‘રામ તારો દીવડો’ વગેરે તેમનું સર્જન અને ‘હરિનાં લોચનિયાં’ અને ‘લાક્ષાગૃહ’ નામની બે તેમની જાણીતી રચનાઓ છે

* મહારાષ્ટ્રનાં સમાજસુધારક, વિચારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક જ્યોતિબા ફૂલેનું અવસાન (1890)
દરેક વ્યક્તિઓની સમાનતાની વાત કરનાર સૌ પ્રથમ જ્યોતિબા ફુલે એ સમાજમાં શુદ્રો પર થતાં અત્યાચાર, શોષણ, દુર્વ્યવહારને રોકવા તથા લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા 1873માં ‘સત્ય-શોધક સમાજ’ની સ્થાપના કરી હતી

* ગુજરાતી નાટ્યલેખક પ્રબોધ જોશીનો અમદાવાદમાં જન્મ (1926)
તેમણે 501 એકાંકીઓ, 350 રેડિયો નાટક અને 45 પૂર્ણ કદનાં નાટકો લખ્યાં છે

* ભારતીય સ્વતંત્રતાસેનાની પાંડુરંગ મહાદેવ બાપટ (સેનાપતિ બાપટ)નું અવસાન (1967)

* ફિલોસોફર, ઇતિહાસકાર, ક્રાંતિકારી સમાજવાદી અને કાર્લ માર્ક્સનાં સાથી ફેડરિક એન્જલ્સનો જર્મનીનાં બર્મેનમાં જન્મ (1820)

* પત્રકાર અને હિન્દી સાહિત્યના અગ્રણી સાહિત્યકાર અમર ગોસ્વામીનો જન્મ (1945)

* મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2007ના ટાઇટલની વિજેતા અને ફિલ્મ અભિનેત્રી એશા ગુપ્તાનો જન્મ (1985)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ વાહબિઝ દોરાબજીનો જન્મ (1985)

* હિન્દી ફિલ્મોમાં અભિનેતા પ્રતીક બબ્બરનો જન્મ (1986)

* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી યામી ગૌતમનો જન્મ (1988)

* ભારતીય ફિલ્મો અને હિન્દી ટીવી શૉના અભિનેત્રી અરશી ખાનનો અફઘાનિસ્તાનમાં જન્મ (1992)
તે ભારતમાં અનેક જાહેર વિવાદોને લઈ ચર્ચામાં રહે છે 

* ‘ગુજરાતી વિશ્વકોશ’નાં પુરસ્કર્તા સાંકળચંદભાઈ પટેલનું અવસાન (1986)
તેમણે સહકારી ક્ષેત્રે સ્થાપેલી મજૂર મંડળી જાણીતી બની હતી

* ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટની સ્‍થાપના થઈ (1985)
શ્રેણિકભાઈ કસ્‍તૂરભાઈ (અધ્યક્ષ) અને સાંકળચંદભાઈ તથા ધીરુભાઈ ઠાકર ઉપરાંત પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, દીપચંદભાઈ ગાર્ડી, કંચનલાલ પરીખ અને પ્રભુદાસ પટેલનું ટ્રસ્‍ટીમંડળ રચાયું. પછીથી હીરાલાલ ભગવતી અને બળદેવભાઈ ડોસાભાઈ જોડાયાં