આણંદ
આણંદ-ભાલેજ રોડ ઉપર આવેલ સામરખા એક્સપ્રેસ હાઈવે પરનું ગરનાળું સાકડું હોવાને કારણે સામરખાના ગ્રામજનો તથા આણંદ તેમજ ભાલેજ, લીંગડા અને ડાકોર તરફથી અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથે સાથે આ ગરનાળું સાકડું હોવાના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે ઘણી વખત નાની મોટી તકરારો અને મારામારીના બનાવો પણ બનતા છે
સામરખા ગામે પ્રવેશ માર્ગે આવેલ એક્સપ્રેસ વે ઉપરનું સાંકડું ગરનાળાનું પહોળું કરવા માટે સામરખા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો અને ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય સહિત સાંસદ સભ્ય અને રાજ્યકક્ષાએ તેમજ કેન્દ્ર કક્ષાએ અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરી હતી. એટલું જ નહીં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા આ સાંકડું ગરનાળુ પહોળું કરાયું નથી. આ સાકડા ગરનાળુને લઇ
સામરખા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને પરા વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને વર્ષોથી જબરદસ્ત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આજે આણંદ તાલુકાના સામરખા ગામે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારની યોજાયેલ જાહેર સભામાં બળદેવસિંહ પરમારે વર્ષોથી વણઉકેલાયેલ સામરખાના સાંકડા ગરનાળાના પ્રશ્નનો ઉકેલ લાવવાની વાત કરી હતી
સામરખા ખાતે યોજાયેલ જાહેર સભામાં અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારે સામરખા ગામના નાગરિકોને કહ્યું હતું કે જો હું ધારાસભ્ય બનીશ તો આ સાંકડા ગરનાળાના પ્રશ્ન નો ઉકેલ લાવીશ. ગાંધીનગર અને દિલ્હી સુધી આ માટે લડત આપવાની થશે તો આપીશ. પરંતુ સામરખા ગામના આ સળગતા પ્રશ્નનો ઉકેલ લાવીશ એવી ગ્રામજનોને ખાતરી આપી હતી.
વધુમાં અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર પોતે ખેડૂત પુત્ર હોય ખેડૂતો,પશુપાલકો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને સારી રીતે જાણતા હોય તેનો ઉકેલ લાવવાની વાત કરી હતી. એટલું જ નહીં ઉમરેઠ પંથકના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહીશ. આપ મને અર્થાત વિકાસને મત આપી વિજય બનાવશો એવી મને આશા છે.
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના પ્રામાણિક નિષ્ઠાવાન અને લોકલાડીલા અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને આજે પોતાના સામરખા (વાઘપુરા) ગામમાં પ્રચંડ જન સમર્થન મળ્યું હતું.