આણંદ
ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર કે જેઓ નિવૃત્ત ક્લાસવન અધિકારી અને સામાજિક કાર્યકર છે તેઓને ચૂંટણી પ્રચાર દરમિયાન ગામડે ગામડે વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે.
ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારની સમાજલક્ષી પ્રવૃત્તિઓ વિશે જાણીએ.બળદેવસિંહ ઉર્ફે બી. યુ. પરમાર આણંદ તાલુકાના સામરખા, ત્રણોલ વિસ્તારનાં 12 પરાંને આવરી લેતી જીવનદીપ સમાજસેવા ટ્રસ્ટના ખજાનચી તથા સભ્ય તરીકે સેવાઓ આપી રહેલ છે. 1990 થી 1999 સુધી તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવાની કામગીરી સામુહિક રીતે કરેલી છે.તથા વર્ગ -1 અને વર્ગ -2 જેવી સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજો બજાવી નિવૃત્ત થયેલ છે નિવૃત્ત બાગાયત અધિકારી બળદેવસિંહ ઉદેસિંહ પરમાર ઉર્ફે બી.યુ. પરમાર એક ખેડૂત પુત્ર છે. પોતાની ફરજ દરમિયાન અને નિવૃત્તિના સમય બાદ પણ તેઓએ હર હંમેશા ખેડૂતોની ચિંતા કરી છે. હર હંમેશા ખેડૂતોના સીધા સંપર્કમાં રહીને ખેડૂતોને રાજ્ય સરકારની ખેતી વિષયક યોજનાની જાણકારી અને લાભોથી માહિતગાર કર્યા છે.
ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને પણ તેમણે વાંચા આપી છે. એટલું જ નહીં સમાજના હર નાના-મોટા કાર્યક્રમમાં હાજર રહી સમાજના લોકોને પ્રોત્સાહિત કર્યા છે.હાલ તેઓએ સમાજસેવા અને પ્રજાના કામો કરવા માટે રાજકારણમાં ઝંપલાવ્યું છે. અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર શિક્ષિત અને સેવાભાવી હોવાથી ઉમરેઠ પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારની અચૂક કાયાપલટ કરશે તેઓ આશાવાદ પંથકના નાગરિકો રાખી રહ્યા છે ઉમરેઠ મત વિસ્તારના ગામડે ગામડે અબાલ વૃદ્ધ સૌ પ્રચંડ આવકાર આપી રહ્યા છે.