AnandToday
AnandToday
Saturday, 26 Nov 2022 00:00 am
AnandToday

AnandToday

શિક્ષિત અને સેવાભાવી ઉમેદવાર ઉમરેઠ પંથકની કાયાપલટ કરશે, ! પરિવર્તન જરૂરી લોકોમાં ઉઠેલો સૂર


ઉમરેઠ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારનું એલાન

આરોગ્ય, શિક્ષણ અને રોજગારીને વિશેષ પ્રાધ્યાન આપીશ


આણંદ ટુડે | આણંદ
111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં શિયાળાની ફૂલગુલાબી કાતિલ ઠંડીમાં પણ ચૂંટણીના મહાસંગ્રામ બરાબર જામ્યો છે. વિવિધ પક્ષના ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર ઉર્ફે બી.યુ. પરમારે પણ પોતાના સમર્થકો અને મિત્રો સાથે જોર શોરથી  પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. કહેવાય છે કે આ વખતે ઉમરેઠ બેઠક પર પરિવર્તન નિશ્ચિત છે અને એક નવા રેકોર્ડ સાથે અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર મેદાન મારી જાય તેવો માહોલ હાલ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમરેઠ મત વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળી રહ્યાો છે.
ઉમરેઠ વિધાનસભા બેઠક પર ચૂટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉદેસિંહ પરમાર કે જેઓ નિવૃત્ત ક્લાસવન અધિકારી છે. સમાજસેવા અને પ્રજાલક્ષી કામો માટે સતત દોડતા આ શિક્ષિત અપક્ષ ઉમેદવારે આણંદ ટુડે સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પ્રજાનો વિકાસ પ્રથમ મારું કાર્ય રહેશે. તેઓ સમાજની સેવા અને પ્રજાલક્ષી કામો કરવા માટે રાજકારણમાં ઝંપલાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી ટાણે કેટલાક પક્ષોએ મતદારોને રીઝવવા ખોટા ખોટા વચનો અને વાયદાઓની લ્હાણી કરી છે. પરંતુ હું મારા મત વિસ્તારના લોકોને ખોટા વચનો અને વાયદાઓ આપવા માગતો નથી. હરહંમેશ પ્રજાલક્ષી કામો પ્રત્યે સદાય જાગૃત રહીશ. 
મત વિસ્તારનો વિકાસ જ મારો મુખ્ય ધ્યેય રહેશે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. ઉમરેઠ વિધાનસભા વિસ્તારની જનતા હવે પરિવર્તન ઇચ્છુક છે. 
અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉદેસિંહ પરમારે આણંદ ટુડેના પ્રતિનિધીને વધુમાં જણાવ્યું હતું કે જો હું ચૂંટણી જીતીશ તો અનાથ માનસિક અને શારીરિક રીતે વિકલાંગ બાળકો માટે પાંચ વર્ષનો તમામ પગાર વાપરીશ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી શરૂ કરાવીશ. 
ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ ગામોમાં ખેડૂતો, બાગાયતદારો અને પશુપાલકોને માર્ગદર્શન અને યોજનાની જાણકારી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહનની સાથે વંચિતોને જરૂરી લાભો અપાવીશ. ઉમરેઠ મત વિસ્તારમાં એક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાવીશ તેટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટું શિક્ષણ સંકુલ ઉભુ કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. આણંદ ટુડે સાથેની એક વાતચિતમાં બળદેવસિંહ પરમારે આરોગ્ય, શિક્ષણ અને રોજગારીને વિશેષ પ્રાધાન્ય આપવાની વાત કરી હતી.