આણંદ
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના પ્રામાણિક, નિષ્ઠાવાન, તેમજ સમાજ સેવા અને પ્રજાલક્ષી કામો માટે સતત કાર્યશીલ એવા અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારે ઉમરેઠ પંથકના ગામડાઓ અને પરા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન વેગવંતો બનાવ્યો છે.આજે શુક્રવારના રોજ તેમણે ઉમરેઠ મતવિસ્તારના અરડી તેમજ બેચરી ગામ અને તેના પરા વિસ્તારમાં પોતાના સમર્થકો અને મિત્રો સાથે પ્રચાર કાર્ય હાથ ધર્યું હતું. જ્યાં અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર ઉર્ફે બી. યુ. પરમારને યુવક -યુવતીઓ, મહિલાઓ અને વડીલો દ્વારા પ્રચંડ આવકાર મળ્યો હતો. આ ગ્રામ્ય વિસ્તારના લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. પ્રચાર અભિયાન દરમિયાન પંથકના લોકોમાં બસ એક જ સૂર ઉઠ્યો હતો કે અમારા નેતા કોણ...બળદેવસિંહ પરમાર...બળદેવસિંહ પરમાર..
અપક્ષ ઉમેદવાર બળવંતસિંહ પરમારે પણ ઉમરેઠ પંથકના ખોરંભે પડેલા વિકાસને વેગવંતો બનાવવાની પંથકના પ્રજાજનોને ખાતરી આપી હતી.
આણંદ ટુડે સાથેની વાતચીતમાં પ્રજા ની સુખાકારી તથા આરોગ્ય માટે સતત ચિંતિત એવા લોક લાડીલા અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર ઉર્ફે બી. યુ. પરમારે જણાવ્યું હતું કે તમામ સમુદાયના લોકોનું તેમને વ્યાપક જન સમર્થન છે. પંથકના લોકો હવે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન ઇચ્છી રહ્યા છે, ત્યારે હવે મને પ્રજાની સેવા કરવાનો મોકો મળ્યો છે. ઉમરેઠ મત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે જંગી બહુમતીથી જીતાડવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. અંતમાં તેમણે જણાવ્યું હતું કે હું સદાય ઉમરેઠ પંથકના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહીશ. પ્રજાજનોએ મને સેવા કરવાનો એક મોકો આપવાની જરૂર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠ બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને ઉમરેઠ મત વિસ્તારના વિવિધ ગામડાઓમાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. એ જોતા વિધાનસભાની ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો હોવાનું અત્યારે ચાલી રહેલા પ્રચાર અભિયાન પરથી માલુમ પડી રહ્યું છે.