AnandToday
AnandToday
Tuesday, 22 Nov 2022 18:30 pm
AnandToday

AnandToday

ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉેદસિંહ પરમારને વ્યાપક જનસમર્થન

કાસોર,આશીપુરા, હમીદપુરા, ગંગાપુરા, લિંગડા અને ભાલેજ  સહિત આસપાસના ગ્રામ્ય  વિસ્તારમાં ઉમળકાભેર સ્વાગત

બી.યુ .પરમાર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના સુર ઠેર ઠેર ગુંજી ઉઠ્યા

વિવિધ સમાજના લોકોએ તેમને મત આપીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે ખાતરી આપી

આણંદ ટુડે | આણંદ
ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા બળદેવસિંહ ઉદેસિંહ પરમાર ઉર્ફે બી. યુ. પરમારને ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના કાસોર,આશીપુરા, હમીદપુરા, ગંગાપુરા, લિંગડા અને ભાલેજ  સહિત આસપાસના ગ્રામ્ય  વિસ્તારમાંથી  આજે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે ઉમરેઠ પંથકના ગ્રામ્ય વિસ્તારના ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે.  જે દરમિયાન તેઓને વ્યાપક જનસમર્થન મળ્યું છે.  પોતાના મિત્રો, સમર્થકો સાથે કરાઇ રહેલા આ પ્રચાર અભિયાન દરમિયાન બી. યુ. પરમારને ઠેર ઠેર નાગરીકો અને વિવિધ સમાજો દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો તેમને મત આપીને જંગી બહુમતીથી ઉમરેઠ વિધાનસભા બેઠક પર વિજય બનાવવા માટે ખાતરી આપી રહ્યા છે.