AnandToday
AnandToday
Monday, 21 Nov 2022 00:00 am
AnandToday

AnandToday

વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨

મતદાન જાગૃતિ

આણંદ જિલ્લામાં ૩૦ થી વધુ કોલેજોના વિદ્યાર્થીઓએ ભવાઈ તેમજ શેરી નાટક દ્વારા આપ્યો મતદાન અવશ્ય કરવાનો સંદેશ 

આણંદ,
 વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના સબંધિત મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટરશ્રી કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં મતદાર જાગૃતિ અર્થે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. 
સ્વીપ અંતર્ગત જિલ્લામાં મતદાર જાગૃતિ અર્થે હાથ ધરાઈ રહેલા કાર્યક્રમો અન્વયે તાજેતરમાં આણંદ જિલ્લાની ૩૦ કરતાં વધારે કોલેજોની યુવાઓની સરેરાશ ૩ થી ૫ ટીમોએ કોલેજ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં જઈને મતદાર જાગૃતિ અર્થે ભવાઈ તેમજ શેરી નાટક રજુ કરી મતદારો સુધી મતદાનના દિને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પહોંચાડયો હતો.
નોંધનિય છે કે, મતદાર જાગૃતિના આ કાર્યમાં જિલ્લાની ૩૦ થી વધુ કોલેજની પ્રત્યેક કોલેજ દિઠ ૩ થી ૫ ટીમના કુલ મળી ૮૮૦ જેટલા યુવાઓ જોડાયા હતા.  
*****