સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations)એ ડિસેમ્બર 1996મા 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે 1996મા જ 21 નવેમ્બરના પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોરમની સ્થાપના કરવામાં આવી અને તેની યાદમાં વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 1927મા અમેરિકી વૈજ્ઞાનિક જોન લોગી બેયર્ડે ટેલિવિઝનની શોધ કરી હતી, પરંતુ તેને ઇલેક્ટ્રોનિક રૂપ આપવામાં સાત વર્ષનો સમય લાગ્યો અને વર્ષ 1934મા ટીવી સંપૂર્ણ રીતે તૈયાર થયું. ત્યારબાદ 3 વર્ષની અંદર ઘણા આધુનિક ટીવી સ્ટોશનો ખોલવામાં આવ્યા અને ટીવી લોકોના મનોરંજનનું સાધન બની ગયું.
1934મા ટીવી આવ્યા બાદ ભારત સુધી તેને પહોંચવા માટે 16 વર્ષ લાગી ગયા અને પ્રથમવાર 1950મા તે ભારત આવ્યું. જ્યારે એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ પ્રદર્શનમાં ટેલિવિઝનને જોયું. 15 સપ્ટેમ્બર 1959ના સરકારી પ્રસારક તરીકે દૂરદર્શન (Doordarshan)ની સ્થાપના થઈ. દૂરદર્શનની શરૂઆતના સમયમાં તેમાં થોડા સમય માટે કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવતું હતું અને વર્ષ 1965મા નિયમિત દૈનિક પ્રસારણની શરૂઆત ઓલ ઈન્ડિયા રેડિયોના એક અંગના રૂપમાં થઈ હતી.
*દત્ત ભકિતનો નાદ ગૂંજતો કરનાર અને “પરસ્પર દેવોભવ”નું સૂત્ર આપનાર હિંદુ ધર્મનાં દત્ત પંથનાં સંત કવિ રંગ અવધૂત (પાંડુરંગ વળામે)નો ગોધરામાં જન્મ (1898)
તેમનું નર્મદા નદીનાં કિનારે નારેશ્વર તીર્થસ્થાન રંગ અવધૂતજી અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે જાણીતું છે
* ઉત્તરપ્રદેશનાં વર્તમાન રાજ્યપાલ અને ગુજરાતનાં પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન મફતલાલ પટેલનો મહેસાણા જિલ્લાનાં વિજાપુર તાલુકાનાં ખરોડ ગામે જન્મ (1941)
તેઓએ એમએસસી, એમ.એડ(ગોલ્ડ મેડલિસ્ટ) સુધી શિક્ષણ મેળવેલ છે
ઈ.સ.1962માં આનંદીબેન પટેલનાં લગ્ન મફતલાલ સાથે થયાં હતાં. તેઓને સંજય અને અનાર નામનાં બે સંતાનો છે. ચાર વર્ષ મહેસાણામાં રહ્યાં પછી તેઓ અમદાવાદ રહેવા આવ્યાં. મફતલાલ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મનોવિજ્ઞાનનાં પ્રાધ્યાપક હતાં અને
આનંદીબેન અમદાવાદ ખાતે આવેલી મોહિનાબા કન્યા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન ભણાવતા, પછીથી તેઓએ આ જ શાળાનાં આચાર્ય પદે સેવા આપી હતી
તેઓ (1994-98) રાજ્યસભાનાં સભ્ય અને 1998માં માંડલ વિધાનસભા મત વિસ્તારથી ધારાસભ્ય બન્યાં અને શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, માર્ગ અને મકાન, કેપિટલ પ્રોજેક્ટ, મહિલા અને બાળ કલ્યાણ, દુષ્કાળ રાહત, જમીન સુધારણા, પુનર્વસન, પુનર્નિર્માણ, માર્ગ અને મકાન, કેપિટલ પ્રોજેક્ટ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ પ્રધાન રહ્યાં
તા. 22 મે, 2014 થી 7 ઑગસ્ટ, 2016 સુધી ગુજરાત રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન રહ્યાં હતાં. 15 ઑગસ્ટ, 2018 થી 28 જુલાઈ, 2019 સુધી છત્તીસગઢનાં રાજ્યપાલ રહ્યાં હતાં. 23 જાન્યુઆરી, 2018 થી 28 જુલાઈ, 2019 સુધી મધ્યપ્રદેશનાં રાજ્યપાલ રહ્યાં હતાં. 29 જુલાઈ, 2019 થી તેઓ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યાં છે
* પ્રખ્યાત રાજસ્થાની કવિ અને સ્વતંત્રતા સેનાની કેસરી સિંહ બારહતનો શાહપુરાના દેવપુરામાં જન્મ (1872)
તેમણે બાંગ્લા, મરાઠી, ગુજરાતી વગેરે ભાષાઓની સાથે ઇતિહાસ, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરીને અધિકૃત શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી
તેમણે પ્રખ્યાત 'ચેતવાણી રા ચુંગત્યા'ની રચના કરી હતી, જેને વાંચીને મેવાડના મહારાણા ખૂબ જ પ્રભાવિત થયા હતા, જેને વાંચીને તેઓ 1903માં લોર્ડ કર્ઝન દ્વારા આયોજિત 'દિલ્હી દરબાર'માં હાજર રહ્યા ન હતા
. તેમનો જન્મ 21 નવેમ્બર 1872ના રોજ થયો હતો. , રાજસ્થાન.
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા, સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી, બે વખત ઓરિસ્સાના મુખ્યમંત્રી, ઓરિસ્સામાં 'ઉત્કલ કેસરી' ના બિરુદથી જાણીતા અને આધુનિક ઓરિસ્સાના આર્કિટેક્ટમાં ગણાતા હરેકૃષ્ણ મહતાબનો ઓરિસ્સાના બાલાસોરમાં જન્મ (1899)
* મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક યદુનાથ સિંહનો જમ્મુમાં જન્મ (1916)
* ભારતીય ક્રિકેટર (5 ટેસ્ટ રમનાર) રામનાથ બાબુરાવ કેનીનું અવસાન (1985)
* વકીલ, રાજકારણી, સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી તિરુપુર સુબ્રહ્મણ્ય અવિનાશિલિંગમ ચેટ્ટિયારનું અવસાન (1991)
* શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર કવિ દેવજીભાઈ રામજીભાઈ મોઢા ‘શિરીષ’નું અવસાન (1987)
* નોબેલ પારિતોષિકથી સન્માનિત યિદ્દિશ ભાષામાં એક પોલિશ-અમેરિકન લેખક આઇઝેક બશેવિસ સિંગરનો પોલેન્ડનાં લિયોન્સિનમાં જન્મ (1902)
* ફિલ્મફેર એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેત્રી અને નૃત્યાંગના હેલન (હેલેન એની રિચાર્ડસન ખાન)નો રંગુનમાં જન્મ (1938)
તેઓએ 700 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણીવાર તેઓને તેમના સમયનાં સૌથી લોકપ્રિય નૃત્યાંગના માનવામાં આવે છે
તેઓ લેખક-નિર્માતા સલીમ ખાનનાં પત્ની છે
* બીજગણિતમાં યોગદાન માટે જાણીતા ભારતીય ગણિતશાસ્ત્રી રમન પરિમાલાનો જન્મ (1948)
* ગાયક, ગીતકાર અને ગિટારવાદક નિખિલ ડિસોઝાનો મુંબઈમાં જન્મ (1981)
* હિન્દી, તેલુગુ, પંજાબી અને કન્નડ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ આરતી છાબરિયાનો જન્મ (1982)
* અભિનેત્રી અને મોડલ નેહા શર્માનો જન્મ (1987)
* હિન્દી ફિલ્મોમાં અભિનેતા અને દિગ્દર્શક પ્રેમ નાથનો જન્મ (1926)