આણંદ,
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર હોઈ આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા ૩૨ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જ્યારે આજે તા. ૧૯/૧૧/૨૦૨૨ના રોજ જિલ્લાના ૭ મતદાર વિભાગોમાં કુલ મળી ૩ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.
જે પૈકી
વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેશભાઇ રમેશચંદ્ર પંડ્યા,
વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર પિયુષકુમાર જીતસિંહ રાજ
વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જતીનભાઇ રમેશભાઇ સોલંકીએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.
જ્યારે ૧૦૯-બોરસદ ૧૧૧-ઉમરેઠ, ૧૧૨-આણંદ અને ૧૧૪-સોજીત્રા વિધાનસભા મતદાર વિભાગમાં આજે કોઇ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા નથી તેમ સંબંધિત મતદાર વિભાગના ચુંટણી અધિકારીશ્રીઓએ જણાવ્યું છે.
નોંધનીય છે કે તા. ૨૧ નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
*****