AnandToday
AnandToday
Friday, 18 Nov 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર 

Today-19 NOVEMBER

 આજે : તા. 19 નવેમ્બર

ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મ જયંતિ

*  ‘ભારતરત્ન’ અને બાંગ્લાદેશની મુક્તિ બદલ ‘મેક્સિકન એકેડેમી એવોર્ડ’થી સન્માનિત ભારત દેશનાં ત્રીજા અને એકમાત્ર મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (પ્રિયદર્શિની )નો ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદ (પ્રયાગરાજ)માં જન્મ (1917)
તેમના પિતા પંડિત જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન રહ્યા અને તેમણે ફિરોઝ ગાંધી સાથે (1942માં ) લગ્ન કર્યા, પુત્રો- રાજીવ ગાંધી અને સંજય ગાંધી હતાં
જાન્યુઆરી, 1966 થી માર્ચ, 1977 દરમિયાન દેશનું સર્વોચ્ચ પદ એવું પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું, 14 જાન્યુઆરી, 1980થી તેમણે પ્રધાનમંત્રી પદ ફરીથી સંભાળ્યું અને ઑક્ટોબર, 1984 સુધી આ પદ પર હતા 
14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ, રજવાડાનાં પેન્સન બંધ કરવા, પાકિસ્તાન સાથે યુદ્ધ અને બાંગ્લાદેશનું સર્જન વગેરે તેમની ઉપલબ્ધિઓ છે, કટોકટીનું નિર્માણ અને ઓપરેશન બ્લૂ સ્ટાર વગેરે તેમની મર્યાદાઓ રહી 

* હિન્દી, હરિયાણવી અને પંજાબી ગીતો માટે જાણીતા રેપર અને ગાયક બાદશાહ (આદિત્ય પ્રતિકસિંગ સીસોદીયા)નો દિલ્હી ખાતે જન્મ (1985)

* દત્ત ભકિતનો નાદ ગૂંજતો કરનાર અને “પરસ્પર દેવોભવ”નું સૂત્ર આપનાર હિંદુ ધર્મનાં દત્ત પંથનાં સંત કવિ રંગ અવધૂત (પાંડુરંગ વળામે)નું હરિદ્વાર ખાતે અવસાન (1968)

* 'મૈં મેરી ઝાંસી નહીં દુંગી' નાં લલકાર સાથે નાનકડા પુત્રને છેક સુધી સાથે રાખીને અંગ્રેજોને લડત આપનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ (મણિકર્ણીકા મોરોપંત તાંબે)નો જન્મ (1828)

* ભારતીય વ્યાવસાયિક કુસ્તીબાજ, અભિનેતા, હિન્દી અને પંજાબી ફ્લ્મિોમાં પ્રોડયુસર, ડિરેક્ટર, રાઈટર અને રાજકારણી દારાસિંહનો જન્મ (1928)
તે રાજ્યસભાનાં સાંસદ (2003-09) રહ્યાં અને ભારતના રાજ્યસભામાં નામાંકિત કરાયેલા પ્રથમ રમતવીર હતા, રામાનંદ સાગરની ‘રામાયણ’ માં તેમણે ‘હનુમાન’નું પાત્ર ભજવ્યું હતું

* અરુણાચલ પ્રદેશના વકીલ અને રાજકારણી કિરેન રિજિજુનો જન્મ (1971)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને મોડલ ઝીનત અમાનનો જન્મ (1951)

* સમાજસુધારક અને ‘બ્રહ્મોસમાજ’નાં સંસ્થાપકોમાંના એક કેશવચંદ્ર સેનનો કોલકાતામાં જન્મ (1838)

* મિસ યુનિવર્સની સ્પર્ધા (1994) જીતનાર પ્રથમ ભારતીય મહિલા અને અભિનેત્રી સુષ્મિતા સેનનો હૈદરાબાદમાં જન્મ (1975)

* હિન્દી ફિલ્મ પ્લેબેક સિંગર શ્વેતા મોહનનો જન્મ (1985)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી તારા સુતારિયાનો જન્મ (1995)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા બખ્તિયાર ઈરાનીનો જન્મ (1979)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા અને સુપર મોડલ રજનીશ દુગ્ગલનો જન્મ (1979)