AnandToday
AnandToday
Friday, 18 Nov 2022 00:00 am
AnandToday

AnandToday

વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ 

આણંદ જિલ્લાની વિધાનસભામાં ૨૪ ઉમેદવારોના કુલ મળી ૩૨ ઉમેદવારી પત્રો રદ થયા

સોજીત્રા વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૬ ઉમેદવારોના કુલ મળી ૮ ઉમેદવારી પત્રો રદ થયા

આણંદ, 
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી તા. ૧૭/૧૧/૨૦૨૨ સુધી કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જે અન્વયે આજે તા. ૧૮/૧૨/૨૦૨૨ ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થતા ૩૨ ઉમેદવારી પત્રો રદ થયા હતા.રદ થયેલા ઉમેદવારી પત્રો પૈકી

૧૦૮-ખંભાત

વિધાનસભા બેઠક પર ૨ ઉમેદવારોના કુલ મળી ૨ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં ભીખાભાઇ વેરીભાઇ પટેલ અને નવિનચંદ્ર ડાહયાભાઇ સોલંકીના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

૧૦૯-બોરસદ 

વિધાનસભા બેઠક પર ૪ ઉમેદવારોના કુલ મળી ૫ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં નટવરસિંહ સરદારસિંહ મહિડાના ૨ ઉમેદવારી પત્રો તેમજ હિતેશભાઇ રમેશભાઇ પટેલ, મોહનભાઇ જીકાભાઇ રાઠોડ અને બુધાભાઇ પુંજાભાઇ પરમારના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

૧૧૦-આંકલાવ 

વિધાનસભા બેઠક પર ૩ ઉમેદવારોના કુલ મળી ૭ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં સંજયભાઇ હસમુખભાઇ પટેલના ૨ ઉમેદવારી પત્રો, રાજકુંવરબા અમીતભાઇ ચાવડાના ૪ ઉમેદવારી પત્રો અને જીતેન્દ્રભાઇ માધુભાઇ સોલંકીનું ૧ ઉમેદવારી પત્ર રદ થયું હતું.

૧૧૧-ઉમરેઠ 

વિધાનસભા બેઠક પર ૨ ઉમેદવારોના કુલ મળી ૨ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં ભરતભાઇ સુરેશભાઇ પટેલ અને ઘનશ્યામભાઇ નટવરભાઇ દરજીના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

૧૧૨-આણંદ 

વિધાનસભા બેઠક પર ૩ ઉમેદવારોના કુલ મળી ૪ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં મહેન્દ્રભાઇ સોઢા પરમારના ૨ ઉમેદવારી પત્રો તેમજ નિતાબેન સોલંકી અને જશવંતભાઇ દેવાભાઇ સોલંકીના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

૧૧૩-પેટલાદ 

વિધાનસભા બેઠક પર ૪ ઉમેદવારોના કુલ મળી ૪ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં વિજ્ઞાત્રીબેન બાબુભાઈ પટેલ, મનિષભાઈ ઠાકોર, અર્જુનભાઇ ભરવાડ અને શકીલએહમદ શરીફમીયા મલેકના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

૧૧૪-સોજીત્રા 

વિધાનસભા બેઠક પર ૬ ઉમેદવારોના કુલ મળી ૮ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં વિપુલકુમાર વિનુભાઇ પટેલ અને જગદિશભાઇ ભયજીભાઇ સોલંકીના ૨-૨ ઉમેદવારી પત્રો તેમજ વિજયસિંહ પુનમભાઇ પરમાર, વસંતભાઇ રામાભાઇ બારોટ, નરેન્દ્રસિંહ મહિડા અને યુવરાજસિંહ મહિપતસિંહ ગોહીલના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

નોંધનીય છે કે આણંદ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો માટે કુલ ૧૫૪ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જે પૈકી આજ રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થતા આણંદ જિલ્લાની સાતેય બેઠક ઉપર ૨૪ ઉમેદવારોના કુલ મળી ૩૨ ઉમેદવારીપત્રો રદ થયા છે.
*****