AnandToday
Thursday, 17 Nov 2022 18:30 pm
AnandToday
લ્યો વાત કરો... ચૂંટણી પ્રચારમાં પણ રોબર્ટ પહોંચ્યો..
નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ના પ્રચાર પ્રસારમાં રોબોટ ટેકનિક અપનાવાઇ
આ રોબોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો.
નડિયાદ
વિજ્ઞાન અને ટેકનોલોજી ના આધુનિક યુગમાં ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ ખૂબ અનોખી રીતે પોતાના ઉમેદવારનો પ્રચાર શરૂ કર્યો છે ભાજપ દ્વારા જાહેર સભામાં ઉમેદવાર નો પ્રચાર કરવા માટે રોબોટ ટેકનીક અપનાવાઇ છે. હાલ આ રોબોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જાહેર સભામાં રોબોટ ને જોઈ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રોબોટ ટેક્નિક અપનાવવામાં આવી છે. આ રોબોટ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ રોબોટ હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના સપનાને વધુ સાકાર કરવા માટે નડિયાદમાં ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.