AnandToday
AnandToday
Thursday, 17 Nov 2022 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર 

Today-18 NOVEMBER 

આજે તા. 18 નવેમ્બર 

વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે પસંદ કરવામાં આવ્યો (1972)

1972માં સિંહ હતા રાષ્ટ્રીય પ્રાણી

દેશનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું તેમાં પહેલું નામ હતું સિંહનું.વર્ષ 1969 વન્યજીવ બોર્ડે સિંહને દેશના રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું. એક સમય હતો જ્યારે દેશના મધ્યપ્રદેશ, ઝારખંડ, દિલ્લી, હરિયાણા અને ગુજરાતમાં સિંહ વસવાટ કરતા હતા. પરંતુ સમયની સાથે ધીમે ધીમે જુદા જુદા કારણોથી વસવાટ ઘટવા લાગ્યો. આજે માત્ર ગુજરાતના ગિરમાં જ સિંહ જોવા મળે છે. સિંહને માત્ર 4 વર્ષ માટે દેશના પ્રાણીનો દરજ્જો મળ્યો હતો.વર્ષ 1973માં સિંહના બદલે વાઘે રાષ્ટ્રીય પ્રાણીનું સ્થાન લઈ લીધું હતું.

ટાઈગરને બચાવવા રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યો:

ભારતના 16 રાજ્યોમાં આજે ટાઈગરનો વસવાટ જોવા મળે છે. એક સમય હતો જ્યારે ટાઈગરની લૃપ્ત થતી પ્રજાતિમાં ગણતરી થતી હતી. પરંતુ આજે ફરી એક વખત મધ્યપ્રદેશ ટાઈગર સ્ટેટ બની ગયું છે. નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડે 1972માં ટાઈગરને રાષ્ટીય પ્રાણી તરીકે જાહેર કર્યું. 1972માં પ્રોજક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવી હતી.જે ટાઈગરરૂપી મહા જાનવરને બચાવવાનું મહાઅભિયાન હતું.

*  ‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’ અને મરણોત્તર ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત હિન્દી અને મરાઠી ફિલ્મ નિર્દેશક, ફિલ્મકાર અને શાનદાર અભિનેતા મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વી. શાંતારામ (રાજારામ વાંકુદરે શાંતારામ )નો જન્મ (1901)
તેમણે 'સાવકરી પાશ' (1925)માં ખેડૂતનું પાત્ર સાથે કરેલ શરૂઆત બાદ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ 'નેતાજી પાલકર' બાદ વી.જી.દામલે, કે. આઈ.ધાઈબર, એમ. ફતેહલાલ અને એસ.બી.કુલકર્ણીની સાથે મળીને પ્રભાત ફિલ્મ કંપનીનું ગઠન કર્યું, ‘અમૃત મંથન’ (1934) ફિલ્મનું નિર્માણ કર્યુ, . હિંદી સિનેમાનાં શરૂઆતનાં સમયમાં ‘દુનિયા ન માને’ ફિલ્મ પ્રસિદ્ધ નીવડી. એ પછી તો ‘જનક જનક પાયલ બાજે’, ‘નવરંગ’, ‘ગીત ગાયા પથ્થરોં ને’ જેવી લોકપ્રિય ફિલ્મોનું નિર્માણ કર્યું. ‘શકુંતલા’, ‘નવરંગ’, ‘દો આંખે બારહ હાથ’, ‘પિંજરા’ વગેરે તેમનાં જીવનનાં ઉત્તરાર્ધમાં લોકપ્રિય ફિલ્મો હતી. હિન્દી અને મરાઠીમાં અનેક યાદગાર ફિલ્મો આપી

* મધ્ય પ્રદેશના 18મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપનાર કમલનાથનો જન્મ (1946)

* ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર અને કર્મશીલ જયંતી દલાલનો જન્મનો અમદાવાદમાં જન્મ (1909)
મહાગુજરાત આંદોલનનાં નેતા રહેલ જયંતી દલાલે 40થી વધુ પુસ્તકોનો અનુવાદો કર્યા
નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધો અને દ્રશ્યકલાની શક્યતાઓ પ્રત્યેનાં વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીનાં એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી’ નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવા સુધી પહોંચ્યાં હતાં

* ભારતીય ગાયક, સંગીત નિર્દેશક, સંગીતકાર, ગીતકાર, સંગીત નિર્માતા, અભિનેતા, ફિલ્મ નિર્દેશક, ફિલ્મ નિર્માતા, સ્ક્રિપ્ટ લેખક અને પરોપકારી ઝુબીન ગર્ગનો જન્મ (1972)

* ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા ચળવળનાં લડવૈયા બટુકેશ્વર દત્તનો પશ્ચિમ બંગાળમાં જન્મ (1910)

* દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા અને પદ્મ ભૂષણ મેળવનાર બંગાળી સિનેમાના ફિલ્મ ઉદ્યોગસાહસિક, અભિનેતા, દિગ્દર્શક ધીરેન્દ્ર નાથ ગાંગુલીનું અવસાન (1978)

* ભારતીય યોગ ગુરુ, લેખક, કવિ, સંશોધક હતા અને હઠ યોગના આધુનિક પુનરુત્થાનમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ રહેલ શ્રી યોગેન્દ્રનો જન્મ (1897)

* હિન્દી ફિલ્મ ગાયિકા અને ગીતકાર નેહા ભસીનનો જન્મ (1982)

* રણજિતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી ઍવોર્ડથી સન્માનિત ગુજરાતી વિવેચક અને સંપાદક અનંતરાય મણિશંકર રાવળનું અવસાન (1988)
સાહિત્યક્ષેત્રે ખૂબ ખેડાણ કરવા છતાં તેમની આગવી ઓળખ સંનિષ્ઠ અધ્યાપક તરીકેની જ રહી

* ભારતીય ફિલ્મ લેખક, દિગ્દર્શક અને અભિનેતા અબરાર અલ્વીનું અવસાન (2009)

* મલયાલમ અને તમિલ ફિલ્મોમાં ભારતીય અભિનેત્રી બી. એસ. સરોજાનો જન્મ (1929)

* બંગાળી સિનેમામાં અભિનેતા અબીર ચેટર્જીનો જન્મ (1980)

* તમિલ, તેલુગુ અને મલયાલમ સિનેમામાં અભિનેત્રી નયનથારાનો જન્મ (1984)

* હિન્દી ટેલિવિઝન-ફિલ્મ અભિનેતા વિશાલ કરવલનો જન્મ (1984)

* હિન્દી ટીવી અભિનેતા, રેડિયો જોકી અને ટેલિવિઝન હોસ્ટ અપારશક્તિ ખુરાનાનો જન્મ (1987)

* વોલ્ટ ડિઝનીની સ્ટીમબોટ વિલી, પ્રથમ સંપૂર્ણ પોસ્ટ-ઉત્પાદિત સિંક્રનાઇઝ્ડ સાઉન્ડ એનિમેટેડ કાર્ટૂન, રિલીઝ થયું (1928)
પ્રથમ વખત, મિકી માઉસ તેની ફિલ્મ સ્ટીમબોટ વિલી સાથે મોટા પડદા પર દેખાયો